Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિત્ર યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે. એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે, જેમાં સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના સામેલ છે.

સીઆરપીએફ અને બીજા અર્ધસૈનિક દળોની કુલ 581 કંપનીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. આ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સિક્યોરિટી રૂટની સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરાઈ છે. સીઆરપીએફ ડીજીએ ખૂદ પહલગામ જઈને સિક્યોરિટી રિવ્યૂ કરી છે. દરેક તીર્થયાત્રી અને પોની રાઇડરનું ડિજિટલ ઓળખ પત્ર બનશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.