સક્ષમ ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત સક્ષમ થેરાપી અને પુનર્વસન કેન્દ્ર નડીઆદમાં દિવ્યાંગ સમર કેમ્પ-2023 દીનાંક 15 મે 2023 થી 4 જૂન 2023 સુધી યોજાયો, જેમાં 20 દિવ્યાંગ બાળકો એ ભાગ લીધો. આ સમર કેમ્પમાં ચિત્રકામ, ગ્લાસ પેન્ટિંગ,યોગ, ધ્યાન, સંસ્કૃત શ્લોક પઠન, પબ્લિક સ્પિકિંગ, રમતગમત તેમજ ડાન્સ વિગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવી. આ સમગ્ર કેમ્પનું સંચાલન ચૈતાલીબેન શાહ, અને સક્ષમના કાર્યકર્તાઓએ કર્યું.
આ સમાપન સમારોહ બાજ ખેડાવાળ સમાજ ની વાડી નડીઆદ ખાતે દીનાંક 4/6/2023 ના રવિવારે સાંજે 5 થી 7 દરમ્યાન યોજાયો, આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરેશભાઈ પટેલ(સામાજિક કાર્યકર) આખડોલ, તથા અતિથિ વિશેષ તરિકે ડી જે વ્યાસ (મગનભાઈ એડનવાલા યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર), જહાનવીબેન વ્યાસ( ભાજપ પ્રદેશમંત્રી),નવીનભાઈ ભાવસાર તેમજ સક્ષમ પ્રદેશ અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ (એડનવાલા) અને સક્ષમ પ્રદેશ મંત્રી નીતિનભાઇ જાની તથા સક્ષમના બધા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ બનાવેલ ચિત્રકામ, ગ્લાસ પેઇન્ટિંગ,કલર પેઇન્ટિંગ અને ક્રાફટની પ્રદર્શની ગોઠવવામાં આવેલ હતી, તેમજ આ બાળકોએ સ્ટેજ પર યોગ, ધ્યાન, ડાન્સ, શ્લોક પઠન તેમજ પબ્લિક સ્પીકિંગ જેવા કાર્યક્રમો રજૂ કર્યા, અંતમાં દિવ્યાંગ બાળકોના માતાપિતા દ્વારા આ સંસ્થાના અને સમર કેમ્પ ના મળેલ અનુભવનો અભિપ્રાય આપવામાં આવ્યો.