કોંગ્રેસ દ્વારા કન્હૈયા કુમારને તેની સ્ટુડન્ટ વિંગ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક અખબારી યાદી જારી કરીને આ માહિતી આપી હતી.
Congress appoints Kanhaiya Kumar as the incharge of National Students Union of India (NSUI) pic.twitter.com/ARZ4ZgaOrP
— ANI (@ANI) July 6, 2023
સીપીઆઈ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા કન્હૈયા કુમાર
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના AICC પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. કન્હૈયા કુમાર જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે અને સપ્ટેમ્બર 2021માં સીપીઆઈ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી
કન્હૈયા કુમારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બેગુસરાઈથી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની ટિકિટ પર લડી હતી. જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના ગિરિરાજ સિંહે હરાવ્યા હતા.