આદિવાસીઓ દ્વારા પોતાના અધિકાર અને હક્ક માટે અમદાવાદમાં સિંહ ગર્જના રેલી અને રિવરફ્રન્ટ પર સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં 40થી 50 હજારની સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
અમદાવાદમાં યોજાનારી રેલી અંગે માહિતી આપતા ટ્રાફિક વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, અમદાવાદમાં આદિવાસીઓની રેલી યોજવાની છે. જેને લઈને રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રેલીમાં ઉત્તર ગુજરાતથી 300 બસ આવશે જે રાણીપ પાર્ક થશે. જ્યારે દક્ષિણ ગુજરાતથી 300 બસ સરદાર બ્રિજ પાસે પાર્ક થશે. અને મધ્યગુજરાતથી 300 બસ દધીચી બ્રિજ નીચે પાર્ક થશે. જે અંતર્ગત 27 મે શનિવારના રોજ આદિવસી સમાજ દ્વારા એક સિંહ ગર્જના રેલી કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદ રિવરફ્રન્ટ પશ્ચિમમાં યોજાશે.