કંગના રણૌતની પ્રોડકશન કંપની હેઠળ બનેલી ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’નો દિગ્દર્શક સાઇ કબીર ડ્રગ્સ અને શરાબની લત છોડવા માટે મુંબઇના એક રિહેબ સેન્ટરમાં સારવાર લઇ રહ્યાનું કહેવાય છે. અગાઉ પણ તેણે આવી સારવાર લીધી છે. તેમજ તેના પર તેના કર્મચારીને આપઘાતની દુષપ્રેરણાનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે.
Life is unpredictable, and so are Tiku & Sheru! a hilarious collision of dreams, love, and a whole lot of drama coming right up!🤪#TikuWedsSheruOnPrime, June 23 only on @primevideoin
Trailer out now! @Nawazuddin_S @iavneetkaur #SaiKabir @ManikarnikaFP pic.twitter.com/qKc6eXuklw pic.twitter.com/j5KP5jUMdi
— Kangana Ranaut (@KanganaTeam) June 14, 2023
આ સારવારને લીધે સાઈ કબીર ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટસમાંથી પણ ગાયબ રહ્યો હતો. તે રિહેબ સેન્ટરમાં સારવાર બાદ એક મહિના પછી સક્રિય થશે એમ કહેવાય છે.
કંગના માટ ેઅગાઉ ‘રિવોલ્વર રાની’ ફિલ્મ બનાવનારા સાઈ કબીરે આ પહેલાં પણ શરાબ અને ડ્રગ્સનું વ્યસન છોડાવા માટે રિહેબમાં સારવાર લીધી છે. આ પહેલાં ૨૦૧૮માં તેના એક કર્મચારીએ ફલેટની બાલ્કનીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. તેને આપઘાતની દુષ્પ્રેરણાનો કેસ પણ તેના પર દાખલ થયો હતો. તે વખતે પણ તેને એક રિહેબ સેન્ટરમાં દાખલ કરાયો હતો. સારવાર પુરી થતાં જ તે બહાર આવ્યો કે પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં તેનો છૂટકારો થયો હતો.