Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

આવી રહ્યું છે Kanguva નું ધમાકેદાર ટીઝર, સાથે ફિલ્મની તારીખનું પણ કરાશે એનાઉન્સમેન્ટ

આવી રહ્યું છે Kanguva નું ધમાકેદાર ટીઝર, સાથે ફિલ્મની તારીખનું પણ કરાશે એનાઉન્સમેન્ટ

સાઉથ સુપરસ્ટાર સૂર્ય હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કાંગુવાને લઈને ચર્ચામાં છે. ફિલ્મની જાહેરાત બાદથી ફેંસ સૂર્યાની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે કાંગુવાને લઈને એક મોટુ અપડેટ સામે આવ્યું છે. નિર્દેશક સિરૂથાઈ શિવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે.

38 ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ 

મહત્વનું છે કે મેકર્સ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કાંગુવા’નું ટીઝર મંગળવારે એટલે કે કાલે સાંજે 4.30 વાગ્યે રિલીઝ કરવામાં આવશે. આશા છે કે ટીઝરની સાથે મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટની પણ અનાઉન્સમેન્ટ કરી શકે છે. ચર્ચા છે કે ફિલ્મને આ થ્રીડી અને આઈ-મેક્સમાં 38 ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે.

બોબી દેઓલના પાત્ર પર સૌની નજર

ફિલ્મમાં સૂર્યા ઉપરાંત દિશા પટણી અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની એક એક અપડેટ પર ફેંસની ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જેનાથી જાણવા મળી રહ્યું છે કે દર્શક ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં બોબી વિલનની ભુમિકામાં જોવા મળશે. જેમાં તેમણે ઉધિરનનું પાત્ર નિભાવ્યું છે. એનિમલ બાદ દર્શક એક વખત ફરી બોબી ને વિલનના પાત્ર પર પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.