અમેરિકાના આધુનિક શસ્ત્રો અને સરંજામનો પહેલો જથ્થો ઇઝરાયેલ આવી પહોંચ્યો છે. આ સાથે મધ્યપૂર્વમાં અમેરિકા ઇઝરાયેલનું ગાઢ સાથી છે તેનો વધુ એક પુરાવો આ વિમાનવાહક જહાજો અને નૌકાદળનું જહાજ મોકલી આપ્યો હતો.
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા વિડીયો ફૂટેજ મુજબ અમેરિકાના કાર્ગો પ્લેનમાંથી શસ્ત્રોનો પ્રથમ પુરવઠો ઉતારવામાં આવી રહ્યો છે. આ શસ્ત્રો સંયુક્ત ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે.
હમાસે ઇઝરાયેલ પર આતંકવાદી હુમલો કરી ૧,૦૦૦ ઇઝરાયેલી નાગરિકોને ઠાર મારતા ઇઝરાયેલે તેની સામે યુદ્ધ જાહેર કર્યુ છે. ગાઝામાં થયેલા હમાસના આ હુમલામાં ૧૪ અમેરિકનો પણ માર્યા ગયા છે.
અમેરિકાનું આ શસ્ત્રોથી ભરેલું વિમાન ત્યારે ઉતર્યુ છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેને ઇઝરાયેલને પૂરેપૂરુ સમર્થન આપવાની જાહેરાત કરી છે. અમેરિકાથી શસ્ત્રો ભરેલું આ પહેલું વિમાન ઇઝરાયેલમાં નેવાતિમ એરબેઝ પર લેનડ થયું છે.અમેરિકાએ ઇઝરાયેલ મોકલેલા જહાજોમાં યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ (સીવીએન ૭૮) સામેલ છે. સહાયક વિમાનોમાં આઠ સ્કવોડ્રન અને ટિકોનડેરોગા ક્લાસ ગાઇડેડ મિસાઇલ ક્રુઝર યુએસએસ નોર્મંડી (સીજી ૩૬૦), મિસાઇલ વિનાશક યુએસએસ થોમસ હેડનર (ડીડીજી ૧૧૬), યુએસએસ રામેજ (ડીડીજી ૬૧), યુએસએસ કોર્ની (ડીડીજી ૬૪) અને યુએસએસ રુઝવેલ્ટ (ડીડીજી ૮૦) અને આર્લે બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલ પણ સામેલ છે.
વર્તમાન સ્કવોડ્રનમાં વધારો કરવા માટે અમેરિકન હવાઇદળના એફ-૧૫, એફ-૧૬ અને એ-૧૦ પણ યુદ્ધના મેદાનમાં ઉતરશે. હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ વચ્ચે ત્રણ વખત વાતચીત થઈ છે. છેલ્લી વાતચીત મંગળવારે થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકા હમેશા ઇઝરાયેલને સમર્થન આપતું હતું, પરંતુ દારુગોળાનો પુરવઠો પૂરો પાડતું ન હતુ. આ વખતે તેણે ફક્ત સમર્થન જ આપ્યું છે તેવું નથી. દરેક પ્રકારાના શસ્ત્રો અને પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી છે. તેની સાથે શસ્ત્રો અને દારુગોળાનો પુરવઠો પૂરો પાડવાનું શરુ પણ કરી દીધું છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન બુધવારે ઇઝરાયેલ પહોંચી શકે છે.
બાઇડેનના સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે હજી પણ ૨૦ અમેરિકનો ગુમ છે. આમાના કેટલાય હમાસ પાસે બંદી હોય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.