Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

શામળાજી થી મોડાસા ને જોડાતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં

શામળાજી થી મોડાસા ને જોડાતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં

અરવલ્લી જિલ્લા માં વરસાદ થી રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતાં રસ્તાઓની હાલત કફોડી બની છે ત્યારે, શામળાજી થી મોડાસા જતા ધોરીમાર્ગ ઉપર વરસાદ ના કારણે એક એક ફુટ ના ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ત્યારે રસ્તા ની હાલત જોઈ તંત્ર અકસ્માત થવાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.વાહનો ના પૈડા ખાડા માં પડતાં વાહનોને પણ ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.ત્યારે અત્યારે અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે આ ધોરીમાર્ગો ના ખાડાઓથી વાહન ચાલકો ને પડતી તકલીફો નું નિરાકરણ લાવવા તંત્ર સફાળું જાગે છે કે નહિ તે જોવું રહ્યું.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.