ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને ઠાસરા વચ્ચે અંદાજે ૬૦ જેટલી શોમીલો આવેલી છે. આ શોમીલોમાં નીયમીત રીતે આસપાસના વિસ્તારોમાંથી અસંખ્યા ટ્રેક્ટરો-ટેમ્પા અને ટ્રકોમાં મોટા પ્રમાણમા લીલા-સુકા ઝાડના લાકડાઓ કપાઇને ઢગલેબંધ ખડકાય છે. એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોની બુમરાણ મચાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ વૃક્ષો કાપો પ્રસંગો ઉજવોને રોડ ઉપર મોતનું તાંડવ રચોના નાટકોથી દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓમાં ભારે દહેશત પ્રવર્તી છે.
ડાકોરના દર્શને આવેલા એક ગાડી ચાલક રાકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી ગાડી લઇને અમો ડાકોર દર્શનાર્થે જતા હતા ત્યારે આગળ જતા એક ટેમ્પામાં લાકડા ભરેલા હતા. જે એકાએકજ રોડ ઉપર તુટી પડ્યા હતા. જેના પરિણામે અમારી ગાડી પરિવાર સહિત દબાઇ જાય તેવા સંજોગો ઉભા થયા હતા. પરંતુ ભગવાન રાજારણછોડરાયના દર્શનની અભિલાષાના કારણે અમારો આબાદ બચાવ થઇ ગયો હતો. જ્યારે બીજા વાહનોની લાબી લંગાર લાગી ગઇ હતી.
ઠાસરા અને ડાકોર ની આસપાસના વિસ્તારમાં ૬૦ જેટલી શોમીલો આવેલી છે. જેમાં નીયમીત રીતે જેમા મોટાપાયે હજારો ટન લાકડાનો વેપાર થઇ રહ્યો છે. આ વિસ્તારમાં આવેલી નહેરો પરના સરકારી ઝાડનું પણ ચોરી છુપીથી કટીંગ થતું હોવાની બુમ ઉઠી છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા વિનાપરવાનગીએ પણ પોતાના ખેતરોમાંથી લીલા ઝાડ કાપીને બારોબાર વેચવામાં આવી રહ્યા છે. અને શોમીલના માલોકી તગડી કમાઇ કરી રહ્યા છે. ઝાડ કાપનારા ખેડૂતો બીચારા ને બાપડા છે. કારણ કે તેઓને નાના મોટા પ્રસંગો ઉજવવા માટે કારમી મોંઘવામાં આ ઝાડ કાપવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરંતુ પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા ચોંમેર વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે ઠાસરા અને ડાકોરના ફોરેસ્ટ ખાતા દ્વારા કેમ પગલા ભરવામાં આવતા નથી તે અંગે ભારે ચર્ચાએ જોર પકડયું છે.