ચાહકોને મૂવી જોવાનો અનહદ આનંદ આપવા માટે મનોરંજન ઉદ્યોગમાં ઝડપી ફેરફારો થઈ રહ્યા છે. આ ફેરફારોમાંથી એક IMAX થિયેટર છે, જ્યાં વ્યક્તિ ખૂબ જ વિશાળ સ્ક્રીન પર મૂવી જોવાનો આનંદ માણી શકે છે. ભારતમાં આવા ઘણા થિયેટર છે, Sydney IMAX થિયેટર સાત વર્ષના નવીનીકરણ પછી આખરે ખુલ્યું. IMAX થિયેટર 7 વર્ષ બાદ ખુલતા લોકોમાં ખુબ આનંદ જોવા મળી રહ્યો છે.વિશ્વની સૌથી મોટી સ્ક્રીનોમાંની એક, બાર અને VIP ખાનગી બોક્સ આ સાથે સિનેમામાં ઓફર કરવામાં આવતી કેટલીક સુવિધાઓ છે.
ઓસ્ટ્રેલિયામાં બીજી સૌથી મોટી સ્ક્રીન
IMAX સિડની ખાતે દેખાડવામાં આવનાર પ્રથમ ફિલ્મોમાં The Creator, Top Gun: Maverick અને Avatar: The Way of Waterનો સમાવેશ થાય છે. આ માત્ર થિયેટર નથી, પરંતુ લોકોને લક્ઝરી સુવિધાઓ પણ પૂરી પાડે છે. આ થિયેટરો અથવા સિનેમા હોલમાં મૂવી જોવાનું ચોક્કસપણે ખર્ચાળ છે, પરંતુ તમને આનાથી વધુ સારો અનુભવ બીજે ક્યાંય મળે નહિ. નવીનીકરણના સાત વર્ષ પછી સિડનીનું IMAX થિયેટર આખરે ફરી ખુલ્યું છે. 692 ચોરસ મીટરની સ્ક્રીન ઓસ્ટ્રેલિયામાં બીજી સૌથી મોટી સ્ક્રીન છે. આ થિયેટરમાં ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ડ્યુઅલ-લેસર પ્રોજેક્શન અને વિશ્વની ચોથી સૌથી મોટી IMAX સ્ક્રીન છે.
નીચે એક સેલ્ફ-સર્વિસ માર્કેટપ્લેસ છે જ્યાં ગ્રાહકો ટિકિટ અને નાસ્તો ખરીદી શકે છે અને ઉપરના માળે એક બાર છે જ્યાં ગ્રાહકો ફિલ્મ પહેલાં એક અથવા કોકટેલ લઈ શકે છે.સિનેમાની અંદર ચાર અલગ અલગ બેઠક માટે વિકલ્પો છે,કોઈ એક્શન થ્રિલર ફિલ્મ હોય અને તે જો IMAX થિયેટરમાં જોવામાં આવે તો જલ્સો પડી જાય છે.
IMAX એ એક મોશન પિક્ચર ફિલ્મ ફોર્મેટ છે જે હાઈ-રિઝોલ્યુશન કેમેરા, ફિલ્મ ફોર્મેટ, ફિલ્મ પ્રોજેક્ટર અને મૂવી થિયેટરોની સિસ્ટમ સામેલ છે, જર્મનીના લિયોનબર્ગમાં સૌથી મોટી સ્ક્રીન 38.8 મીટર બાય 21 મીટર છે. લિયોનબર્ગમાંનું IMAX એ વિશ્વનું સૌથી મોટું IMAX થિયેટર છે, જેનું કદ 814.8 ચોરસ મીટર છે.
ભારતમાં કેટલા છે IMAX થિયેટર
ફિલ્મ ધૂમ 3એ 2013માં IMAXમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી, ત્યારબાદ 2023માં પઠાણ, IMAX કેમેરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી પ્રથમ ફિલ્મ હતી.