Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ

બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ

બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતાના નેતાઓના ઉશ્કેરણીથી ભારત વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે તો શું થશે? બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અનુસાર આ સરહદનો ઉપયોગ પાકિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે. જોકે આપણી ભારતીય સેના એટલી સજ્જ છે કે, બાંગ્લાદેશના વિદ્રોહીઓની કોઈપણ રીતે પહોંચી વળવા સક્ષમ છે.

ભારત અને બાંગ્લાદેશની સરહદ એવી છે કે, તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. વિશાળ વિસ્તારમાં જંગલો, નદીઓ, પર્વતો અને ભેજવાળા વિસ્તારો છે. સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે. ઉપરાંત ફેન્સીંગ અંગે સ્થાનિક વિરોધ અલગ છે. આ સિવાય નાના મોટા ઝઘડા થતા રહે છે. માનવ તસ્કરી થાય છે. શસ્ત્રો, ડ્રગ્સ, પશુઓની દાણચોરી થાય છે. તેમને રોકવા માટે આ સરહદની આસપાસ અનેક ઠેકાણાઓ બનાવવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેના બેઝ

  • હાસીમારા એરફોર્સ બેઝ (પશ્ચિમ બંગાળમાં, બાંગ્લાદેશ સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર)
  • બાગડોગરા એરફોર્સ બેઝ (પશ્ચિમ બંગાળમાં, બાંગ્લાદેશ સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર)
  • પાનાગઢ એરફોર્સ બેઝ (પશ્ચિમ બંગાળમાં, બાંગ્લાદેશ સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર)
  • કલાઈકુંડા એરફોર્સ બેઝ (પશ્ચિમ બંગાળમાં, સરહદથી માત્ર 60 કિલોમીટર દૂર)

ભારતીય આર્મી બેઝ

  • બિન્નાગુડી કેન્ટોનમેન્ટ (પશ્ચિમ બંગાળમાં સ્થિત આ બેઝ બાંગ્લાદેશ સરહદથી માત્ર 10 કિમી દૂર છે)
  • મિસ્સામારી આર્મી બેઝ (આસામમાં સ્થિત આ બેઝ બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર 20 કિમી દૂર છે)
  • રાંગિયા આર્મી બેઝ (આસામમાં સ્થિત આ બેઝ બાંગ્લાદેશ બોર્ડરથી લગભગ 30 કિમી દૂર છે)
  • બિન્નાગુડી આર્મી બેઝ (આ બેઝ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડરથી લગભગ 20 કિમી દૂર છે)
  • શિવોક રોડ આર્મી બેઝ ( આ બેઝ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડરથી લગભગ 40 કિમી દૂર છે)
  • જલપાઈગુડી બેઝ (આ બેઝ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર 30 કિમી દૂર છે.)

ભારતીય નેવી બેઝ

  • INS નેતાજી સુભાષ (કોલકાતામાં, બાંગ્લાદેશ સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર)
  • INS પારાદીપ (ઓડિશામાં, બાંગ્લાદેશ સરહદથી લગભગ 400 કિલોમીટર દૂર છે)
  • INS આંદામાન અને નિકોબાર કમાન્ડ (બાંગ્લાદેશ સરહદથી 1200 કિમી દૂર પોર્ટ બ્લેરમાં)
  • INS કટ્ટબમ્મન (તમિલનાડુના તિરુનેલવેલીમાં સ્થિત આ બેઝનું અંતર બાંગ્લાદેશ સરહદથી 1700 કિમી છે)
  • આ સિવાય ત્રણ વધુ નેવલ બેઝ છે. જેઓ કોઈપણ સમયે બાંગ્લાદેશ પર હુમલો કરવા સક્ષમ છે. આ છે વિશાખાપટ્ટનમ નેવલ બેઝ, ચેન્નાઈ નેવલ બેઝ અને એન્નોર નેવલ બેઝ.

BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એક મોટી શક્તિ છે

બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશને એકલા હાથે સંભાળી શકે છે. બાંગ્લાદેશ બોર્ડર પાસે બીએસએફના ઘણા બેઝ છે. તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. પરંતુ BSFના ઈસ્ટર્ન કમાન્ડનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. તે બાંગ્લાદેશની સરહદની સુરક્ષા માટે જવાબદાર છે. આ સિવાય બાંગ્લાદેશની સરહદે અનેક સરહદી હેડક્વાર્ટર છે. જેનું નેતૃત્વ ઈન્સ્પેક્ટર જનરલ કરે છે.

આ પછી દરેક સરહદી મુખ્યાલયમાં કેટલાક સેક્ટર હેડક્વાર્ટર છે. જેનું નેતૃત્વ ડેપ્યુટી જનરલ ઈન્સ્પેક્ટર કરે છે. આ સિવાય બાંગ્લાદેશની ઘણી બટાલિયન સરહદ પર તૈનાત છે. દરેક બટાલિયનમાં 4 થી 5 પાયદળ કંપનીઓ છે. આ સિવાય સરક્રીક વિસ્તારમાં સ્પેશિયલ યુનિટ એટલે કે ક્રીક ક્રોકોડાઈલ કમાન્ડો યુનિટ તૈનાત કરવામાં આવ્યું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.