હાલમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ છેડાયેલુ છે. જોકે ઇસ્લામિક જૂથ હમાસ સાથેના યુદ્ધની અસર ફ્રાન્સમાં આવતા વર્ષે યોજાનારી ઓલિમ્પિક રમતોની સુરક્ષા યોજનાઓ પર થશે કે કેમ તે અંગે સવાલો ઊભા થઇ રહ્યા છે. જો કે સોમવારે પેરિસ 2024 ઓલિમ્પિક્સની આયોજન સમિતિના વડાએ મુંબઇમાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં જે કઇ પણ થઇ રહ્યુ હોય, અમે અમારી યોજનાઓમાં ફેરફાર કરીશું નહીં, કારણ કે શરૂઆતથી અમે પેરિસ 2024 માટે ઉચ્ચ કક્ષાની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છીએ.
પેરિસ 2024 ઓલિમ્પિક્સની આયોજન સમિતિના વડા એટલે કે 26 જુલાઈ-ઓગસ્ટની આયોજક સમિતિના પ્રમુખ ટોની એસ્ટાનગુએટે યુદ્ધના વાતાવરણના કારણે ઓલિમ્પિકની રમતોના આયોજન પર અસર થશે કે નહીં તે અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં જે કઇ પણ થઇ રહ્યુ હોય, અમે અમારી યોજનાઓમાં ફેરફાર કરીશું નહીં, કારણ કે શરૂઆતથી અમે પેરિસ 2024 માટે ઉચ્ચ કક્ષાની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છીએ.
તેમણે જણાવ્યુ હતુ કે અમે ઘણું ખરુ અનુમાન લગાવ્યુ હતુ કે અમારે શું કરવું જોઇએ.વર્ષ 2020થી અમે ઘણા ધ્યાનથી જાણીએ છીએ કે અમારે દિવસે દિવસે કાર્યક્રમના અનુસાર કેટલા લોકોની જરુર છે અને સુરક્ષાની ગેરંટી માટે જાહેર સત્તાવાળા અધિકારીઓ સાથે વાતચીત કરવાનું કામ ચાલુ છે.વધુમાં તેમણે જણાવ્યુ કે, મને વિશ્વાસ છે કેમ કે સુરક્ષાની ગેરંટી આપવા માટે અમારા ભાગીદારોની તરફથી એક મજબૂત પ્રતિબદ્ધતા આવી રહી છે.
ફ્રાંસે જણાવ્યુ છે કે તે 2024 ઓલિમ્પિક રમતોનો ઉદ્ઘાટન સમારોહ જ્યાં યોજાવાનો છે તે પેરિસની નદી પર ડ્રોન હુમલા સહિતના ખતરાઓથી સુરક્ષા પ્રદાન કરવા માટે લગભગ 35 હજાર સુરક્ષા એજન્ટ અને સેના તહેનાત રાખવામાં આવશે.
ટોની એસ્ટાનગુએટેએ મુંબઇમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકમાં પેરિસ 2024 રમતો અંગે વિશે વાત કર્યા પછી એમ પણ જણાવ્યુ હતુ કે અહીં આવનાર લોકોના પ્રવાસની શરુઆતથી જ તેમની સુરક્ષા ખરેખર આ પરિયોજનાનો એક ભાગ છે.