વિશ્વ આજે પણ 1999માં ભારતીય સેનાએ દર્શાવેલ શૌર્ય અને બહાદુરીનું ઉદાહરણ યાદ કરે છે. પાકિસ્તાન પણ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. મેથી જુલાઈ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાનું ‘ઑપરેશન વિજય’ 26 જુલાઈએ સફળ રહ્યું હતું. તેથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એવામાં આજે કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતાં ઇતિહાસ રચનારા આ દિવસે પાકિસ્તાનીઓને પાછા કેવી રીતે ધકેલ્યા હતા એનો એક કિસ્સો જોઈએ.
1999ના રોજ ટાઇગર હિલ પર કબજો કર્યો હતો
સેનામાં જોડાયાના માંડ ચાર મહિના પછી યુવા લેફ્ટનન્ટ બલવાન સિંહે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોરો પર વ્યૂહાત્મક હુમલામાં ભારતીય સેનાની ઘાતક પ્લાટૂનનું નેતૃત્વ કર્યું. બલવાન સિંહ એ બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે 4 જુલાઈ, 1999ના રોજ ટાઈગર હિલ પર કબજો કર્યો હતો.
બલવાન સિંહ હવે પ્રખ્યાત 18 ગ્રેનેડિયર્સના કર્નલ છે. તે એ ઘટનાને યાદ કરતા કહે છે કે ત્યાંથી પાછું વળીને અમે જોયું જ નહીં. ટાઇગર હિલ પર કબજો કર્યા પછી વિજય થયો. પછી દુશ્મનો સામે લડતી વખતે હું ઘાયલ થયો, પરંતુ તેમ છતાં લડતો રહ્યો. મને આ મારી બહાદુરી માટે મહાવીર ચક્રથી સન્માનિત કરાયો હતો.
1976 માં રચાયેલ 18 ગ્રેનેડિયર્સે યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બટાલિયનને 52 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં એક પરમવીર ચક્ર, બે મહાવીર ચક્ર, છ વીર ચક્ર, અનેક સેના મેડલ અને આર્મી સ્ટાફ તરફથી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.
3 જુલાઈ 1999ની રાતથી અંતિમ લડાઈ શરૂ થઈ હતી
26 જુલાઈ, 1999 ના રોજ જાહેર કરાયું કે કારગિલ યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. ભારતીય સેનાએ હિંમતભેર પાકિસ્તાની સેનાને પાછળ ધકેલી દીધી હતી. ભારતીય સેનાએ ગુપ્તચર માહિતી દ્વારા લદ્દાખમાં મહત્વના ઊંચા સ્થળો પર કબજો કરવામાં સફળતા મેળવી હતી. અહેવાલ અનુસાર તોલોલિંગ અને ટાઈગર હિલની મહત્ત્વપૂર્ણ લડાઈ દરમિયાન બટાલિયનને કમાન્ડ કરનાર નિવૃત્ત બ્રિગેડિયર ખુશાલ ઠાકુર કહે છે કે, 3 જુલાઈ, 1999ની રાત્રે 18 ગ્રેનેડિયર્સના સૈનિકો કે જેમને પોલ સ્ટાર બટાલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે તેના સૈનિકો ટાઇગર હિલ કબજે કરવાના મિશન પર નીકળ્યા અને આગામી દિવસની સવાર સુધીમાં તેઓએ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.
ટોલોલિંગ પછી ટાઈગર હિલનું આગલું લક્ષ્ય
ખુશાલ ઠાકુર ત્યારે કર્નલ હતા. તેમણે કહ્યું કે, “જૂન 12-13, 1999ના રોજ, અમે તોલોલિંગ પર કબજો કર્યો અને આ યુદ્ધમાં આ એક મોટું વળાંક આવ્યું. આનાથી આપણા સશસ્ત્ર દળો અને આપણા દેશવાસીઓનું મનોબળ વધ્યું અને પાકિસ્તાની પક્ષનું મનોબળ ઘટ્યું. અમે એક પછી એક સ્થળો પર કબજો કર્યો. એક અમે બટાલિક સેક્ટરના શિખરો કબજે કર્યા અને પછીનું કાર્ય ટાઈગર હિલ હતું.”
તેમણે કહ્યું કે, “ટાઈગર હિલ માટે, મારી પાસે જાસૂસી માટે પૂરતો સમય હતો. મારી પાસે આર્ટિલરી બંદૂકો, મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર અને ઉચ્ચ ઊંચાઈ પર લડવા માટેના યુદ્ધ સાધનો હતા…તમામ નુકસાન છતાં, 18 ગ્રેનેડિયર્સ લોકોનું મનોબળ ઊંચુ હતું અને અમારા બહાદુર જવાનોએ ટાઇગર હિલ પર કબજો કરી લી