અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે.
રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.
ભગવાન રામ સફેદ આરસના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. મંદિરના દરેક ભાગમાં આકર્ષક અને સુંદર કોતરણી જોવા મળી રહી છે.
આ ભવ્ય મંદિર બનાવવા માટે અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરમાં દરેક ભક્તો દર્શન કરી શકે તે માટે 24 જાન્યુઆરી 2024 થી ખોલવામાં આવશે.