નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હાલ રશિયાના પ્રવાસે છે જ્યા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વ્લાદિવોસ્તોકમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના પ્રમુખોએ ઈશારામાં જ અમેરિકાને એક ખાસ સંદેશો આપવાની કોશિશ પણ કરી છે.
રશિયાના નેતૃત્વના નિર્ણયોને સમર્થન આપીશુ : કિમ જોંગ ઉન
રશિયાના રાષ્ટ્રપતિ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને એકબીજાનો આભાર માન્યો હતો. આ મુલાકાત દરમિયાન જોંગ ઉને રશિયાની ધરતી પરથી અમેરિકાને ઈશારામાં જ ધમકાવતા કહ્યું કે અમે હંમેશા રાષ્ટ્રપતિ પુતિન અને રશિયાના નેતૃત્વના નિર્ણયોને સમર્થન આપીશુ અને સામ્રાજ્યવાદની સામેની લડાઈમાં અમે એકસાથ રહેશું. આ બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બેંને દેશો પોતાના હિતોને આગળ વધારવા માટે પાડોશી દેશોની સામે એક રણનીતિ બનાવી રહ્યા છે. એકબાજુ રશિયા જ્યા યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે બીજી તરફ નોર્થ કોરિયા સતત સાઉથ કોરિયા અને જાપાનને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે આ બંને દેશો માટે અમેરિકા દુશમન છે જે તેમની સામે ઉભુ છે.
રશિયા સાથે સંબંધ મજબૂત કરવાની પહેલી પ્રાથમિક્તા : કિમ જોંગ ઉન
આ મુલાકાત દરમિયાન રશિયા અને નોર્થ કોરિયાના રાષ્ટ્રપ્રમુખોએ સાફ શબ્દોમાં પાડોશી દેશો માટે એક સંદેશ આપ્યો છે કે તે કોઈપણ હાલમાં એકબીજાને સમર્થન આપવાનું બંધ કરશે નહીં. મુલાકાત દરમિયાન જોંગ ઉને કહ્યું કે અમારા દેશને આઝાદ કરાવવામાં સોવિયત સંઘની ખુબ જ મોટી ભૂમિકા રહી છે અને અમારી મિત્રતાની જડ ખુબ જ ઉંડી છે અને હવે રશિયા સાથે સંબંધોને મજબૂત કરવા અમારા દેશ માટે પહેલી પ્રાથમિક્તા છે.