અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોલેજ કેમ્પસો માં ”આનંદમય સાર્થક છાત્ર જીવન અભિયાન” ચલાવશે.
અ.ભા.વિ.પ દેશભરના કોલેજ કેમ્પસમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેક ની 350 મી વર્ષગાંઠ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠક રવિવારે પુણે સ્થિત મહર્ષિ કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થાનમાં સંપન્ન થઈ.
આ બેઠકમાં દેશભરમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠનાત્મક દ્રષ્ટિથી 44 પ્રાંતોના 355 પ્રતિનિધિઓની સહભાગી થયા હતા. 9 જુલાઈ 2023 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાના ઐતિહાસિક સંગઠનાત્મક યાત્રાના 75માં વર્ષમાં પ્રવેશ કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ મહત્વપૂર્ણ આગામી વર્ષ માટે રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા વિષયોઓ ઉપર બૃહદ સ્તર પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિભિન્ન અભિયાનો ના માધ્યમથી સંબોધિત કરવાની કાર્ય યોજના નિર્ધારિત કરવામા આવી છે. અભાવિપ ના સ્થાપનાના 75 માં વર્ષ નું રાષ્ટ્રીય અધિવેશન આ વર્ષે 1 થી 3 ડિસેમ્બર 2023 દિલ્હીમાં આયોજિત થશે.
અભાવિપ ના આ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં કુલ ચાર પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યા. આ ચાર પ્રસ્તાવ મા પ્રદેશ સરકાર અને વિશ્વવિદ્યાલય પ્રશાસન શિક્ષા ક્ષેત્રની ગુણવત્તા ઉપર ધ્યાન આપે. કોલેજ કેમ્પસો આનંદમય સાર્થક છાત્ર જીવનનું કેન્દ્ર બને, ભારત વિરોધી વૈશ્વિક ષડયંત્રને પરાસ્ત કરે યુવા. સ્વઆધારિત વ્યવસ્થા નિર્માણ માટે સમાજ થાય અગ્રેસર જેવા શીર્ષક અંતર્ગત કેન્દ્રિત છે. આ પ્રસ્તાવો પર અભાવિપ ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં આ વિસ્તૃત ચર્ચા થઈ આ બેઠકમાં પારીત ચાર પ્રસ્તાવ ઉપર ઉઠાવવામાં આવેલા વિષયો ઉપર અભાવિપ ની દરેક શાખા કાર્ય કરશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકની 350 ની વર્ષગાંઠના ગૌરવશાળી અવસરને ઉમંગ પૂર્ણ રીતે મનાવવા નિમિત દેશભરના શૈક્ષણિક પરિસર માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓની વચ્ચે આનંદમય સાર્થક છાત્ર જીવન અભિયાન અંતર્ગત વિવિધ રચનાત્મક કાર્યક્રમોની શૃંખલા ચલાવવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓ નું જીવન તનાવ મુક્ત થઈને આનંદમય થઈ શકે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવ્લક શુક્લ એ કહ્યું છે કે, ”અભાવિપ ની યાત્રા છાત્રહિત અને સમાજ હિતના સ્વર્ણિમ અધ્યાયો ને સમાહિત કરે છે વર્તમાનમાં દેશમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે અભાવિપ વર્તમાનમાં વિદ્યાર્થીઓની શિક્ષા સ્વરોજગાર રાજ્ય વિશ્વવિદ્યાલયોની સ્થિતિમાં સુધાર સુલ્કથી જોડાયેલા વિષય ઉપર પ્રમુખથી કાર્ય કરવાની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં યુવાન નેતૃત્વ માં સકારાત્મક દીશા દ્વારા કાર્ય કરશે. અભાવીપ ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠકમાં પારિત પ્રસ્તાવોમાં ઉલ્લેખિત વિભિન્ન બિંદુઓ ને અમે સંબંધિત સ્થાનો પર ઉઠાવીશું. આપણે શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષા ક્ષેત્રના હિતધારકોએ આ દિશામાં વિચારવું પડશે કે વિદ્યાર્થીઓમાં વ્યવહારિક સમજ વિકસિત થાય અને સ્ટાર્ટઅપ શરૂ કરવાની તથા રોજગાર સૃજક ની ભૂમિકા માટે તેમને તૈયાર કરવામાં આવે.
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે જણાવે છે કે, ” સમગ્ર દેશ મા અને ગુજરાત મા વિધાર્થી જગતમા સૌથી મોખર ચાલતુ વિધાર્થી સંગઠન અ.ભાવિ.પ બન્યું છે. ગુજરાત ના દરેક વિધાર્થી નો અવાજ બનવાનો પ્રયત્ન અ.ભા.વિ.પ સતત કરતુ રહે છે. આથી આ વર્ષે અ.ભા.વિ.પ ગુજરાત પોતાના સંગઠનાત્મક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે યોજનાઓ કરી રહ્યું છે. જેમા આ વર્ષે અ.ભા.વિ.પ સમગ્ર ગુજરાત ભર માં ૩ લાખ ૫૦ હજાર જેટલી વિધાર્થીઓની સદસ્યતા સદસ્યતા અભિયાન હેઠળ કરવા જઈ રહ્યું છે. સાથે જ સમગ્ર ગુજરાત ના વિસ્તારોમાં મા પણ અ.ભા.વિ.પ ની ૨૬૪ જેટલી નગર રચનાઓ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ૧૦૦૦ કરતા પણ વધુ કેમ્પસ કારોબારી તેમજ ૫૦ યુનિવર્સિટીઓ મા કારોબારી નુ ગઠન કરવાનો લક્ષ્યાંક વિધાર્થી પરિષદ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. આમ વધારે મા વધારે વિધાર્થી ઓ સુધી પહોંચી અને તેમના પ્રશ્ર્નો ના સમાધાન માટે વિધાર્થી પરિષદ નો દરેક કાર્યકર્તા તત્પર છે. સાથે જ અખિલ ભારતીય બેઠક મા પારિત પ્રસ્તવો થકી સુચારુ શિક્ષણ વ્યવસ્થા , વિધાર્થી ના સર્વાંગી વિકાસ હેતુ અને આનંદમય સાર્થક વિધાર્થી જીવન ના નિર્માણ માટે આગામી વર્ષ મા વિધાર્થી પરિષદ કાર્યરત રહેશે.