સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર પ્રહાર કરી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર PM મોદી સાંજે 4 વાગ્યે ગૃહમાં સંબોધન કરશે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સંબોધન કરશે. આજે પણ વિપક્ષે ફરી એકવાર બંને ગૃહોમા હોબાળો અને સુત્રોચ્ચાર કરતા લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
ખડગેના આ નિવેદન સાથે જ રાજ્યસભામાં હોબાળો શરૂ થયો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું વડાપ્રધાનના આગમનથી શું થવાનું છે શુ તે કોઈ પરમાત્મા છે? તે કોઈ ભગવાન નથી. ખડગેના આ નિવેદન સાથે જ રાજ્યસભામાં હોબાળો શરૂ થયો અને કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
#WATCH | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "…Pradhan Mantri ke aane se kya hone wala hai, kya parmatma hai woh? Yeh koi bhagwan nahi hai"
(Source: Sansad TV) pic.twitter.com/EBZddWW3tu
— ANI (@ANI) August 10, 2023
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિપક્ષ દ્વારા હોબાળો કરતા કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
Rajya Sabha adjourned till 2 pm. pic.twitter.com/BrPCwZsvlz
— ANI (@ANI) August 10, 2023
PM મોદી ગૃહમાં એક કલાક સંબોધન કરશે
પશ્ચિમ બંગાળના બીજેપી સાંસદ સુકાંત મજુમદારે કહ્યું કે આજનો દિવસ સંસદમાં મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વિપક્ષ માટે. પીએમ મોદી એક કલાકથી વધુ સમય સુધી સંબોધન કરશે અને વિપક્ષ આ માટે તૈયાર રહે. રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ વિવાદ પર બીજેપી સાંસદે કહ્યું કે તે તેમની સંસ્કૃતિ છે. પહેલા તેમણે પીએમ મોદીને ગળે લગાવ્યા હતા અને હવે તેઓ સંસદમાં ફ્લાઈંગ કિસ આપી છે.