ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, જેના કારણે હવે રેટિંગ એજન્સીએ પણ ભારતની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે નાણાકીય વર્ષ 2025 માટે ભારતની આર્થિક વૃદ્ધિ અનુમાન 6.5% થી વધારીને 7% કર્યું છે.
ફિચે કહ્યું કે ભારતની આર્થિક વૃદ્ધિને મજબૂત સ્થાનિક માંગ અને રોકાણમાં વધારો દ્વારા ટેકો મળશે. આ સિવાય રેટિંગ એજન્સીએ 2024ના અંત સુધીમાં રિટેલ મોંઘવારી દરમાં 4%નો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો છે. ફિચને અપેક્ષા છે કે રિઝર્વ બેન્ક જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે રેપો રેટમાં 50 bpsનો ઘટાડો કરી શકે છે.
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિમાં વધારો થયો
ફિચના અંદાજમાં આ ફેરફાર લગભગ બે અઠવાડિયા પછી આવ્યો છે જ્યારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના સત્તાવાર ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં દેશની જીડીપી 8.4% વધી છે, જે ઉત્પાદન અને ખાણકામ ક્ષેત્રોમાં સારી કામગીરીને કારણે વધી છે.
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ વધીને 11.6% થયો
વાર્ષિક ધોરણે માઇનિંગ વૃદ્ધિ -1.4% થી વધીને 7.5% થઈ.
વાર્ષિક ધોરણે ઉત્પાદન વૃદ્ધિ -4.8% થી વધીને 11.6% થઈ.
વાર્ષિક ધોરણે બાંધકામ વૃદ્ધિ 9.5% પર યથાવત રહી.
નાણાકીય વર્ષ 2024 ના ત્રિમાસિક ગાળામાં જીડીપીની સ્થિતિ
એપ્રિલ-જૂન: 7.8% જુલાઈ-સપ્ટેમ્બર: 7.6% ઓક્ટોબર-ડિસેમ્બર: 8.4%
રેટિંગ એજન્સીએ શું કહ્યું?
ફિચ રેટિંગ એજન્સીએ તેના માર્ચ આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું કે FY25 માટે ભારતનો વાસ્તવિક GDP 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તેમાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફિચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, “ચીન બહારના ઊભરતાં બજારો માટેનો દૃષ્ટિકોણ પણ ઉજ્જવળ બન્યો છે, ખાસ કરીને ભારત, જ્યાં હવે અમે GDP વૃદ્ધિ FY24માં 7.8% અને FY25માં 7.0% સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ. ભારત સરકારે પણ હાલમાં જ નાણાકીય વર્ષ 24ની GDP વુદ્ધિના પૂર્વનુમાનના પહેલા 7.3 ટકાથી વધારીને 7.6 ટકા કરી દીધો છે.