વિવાદો વચ્ચે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મ ‘કેરાલા સ્ટોરી’નો બીજો ભાગ બનાવવાનો સંકેત ફિલ્મ નિર્માતાઓએ આપ્યો છે.
ફિલ્મના નિર્માતા વિપુલ શાહે આ વિષય હજુ અધૂરો છે તેમ જણાવી ફિલ્મના બીજા ભાગનો સંકેત આપ્યો હતો.
આ પહેલા પણ દિગ્દર્શક સુદીપ્તો સેને જણાવ્યું હતુ ંકે, ‘ ધ કેરલ સ્ટોરી ટ’ુમાં યુવકોને કઇ રીતે આ રવાડે ચડાવવામાં આવે છે, તેમને કઇ રીતે તાલીમો આપવામાં આવે છે તેના પર પ્રકાશ પાડતાં ે બીજો ભાગ બનાવી શકાય છે.
ફિલ્મમાં ચોથી યુવતીને સીરિયાના પોલીસ મથકમાં દેખાડવામાં આવી છે. તેની અધૂરી વાર્તા બીજા ભાગમાં સમાવાય તેવી સંભાવના છે.
દરમિયાન, આ ફિલ્મ પરથી પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ હટી ગયો છે. તેમ છતાં ત્યાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નથી. આ સંદર્ભમાં ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે કેટલાંક રાજ્યોમાં સરકારનું સમર્થન ધરાવતા શેરીઓના ગુંડાઓ સામે તેઓ કશું કરી શકે તેમ નથી. બંગાળ અને તમિલનાડુમાં આ ફિલ્મ દેખાડવા સામે થિયેટર માલિકોને ધમકી મળી રહી છે.