નડીઆદ નગરની આર.એસ.એસની કોલેજ રોડ વિસ્તારમાં કેશવ પ્રભાત (પ્રૌઢ) શાખા સવારે 6-30 થી 7-30 દરમ્યાન લાગે છે. આ શાખાના સ્વયંસેવકો દ્વારા નડીઆદમાં આવેલ વૈશાલી સિનેમામાં ચાલી રહેલ “The Kerala Story”ના શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોનું આયોજન સેવાવસ્તીની બહેનો માટે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતુ. “The Kerala Story”નો શો જોવા માટે 105 બહેનો ઉપસ્થિત રહી હતી. વિશેષ શ્રી રામજી મંદિર(પંજાબી સોસાયટી)ના મહંત પરમદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.