Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર થયું રિલીઝ, મિત્રો સાથે હાર્ડી નીકળ્યો દુનિયાની સફરમાં

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર થયું રિલીઝ, મિત્રો સાથે હાર્ડી નીકળ્યો દુનિયાની સફરમાં

બોલીવૂડના કિંગ ખાન એટલે શાહરૂખ ખાન આ વર્ષની તેની છેલ્લી ફિલ્મ ‘ડંકી’ સાથે આવી રહ્યો છે. તેની છેલ્લી બે ફિલ્મો પઠાન અને જવાન બ્લોકબસ્ટર રહી હતી. ત્યારબાદ ચાહકો હવે તેની ફિલ્મ ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ત્રણ એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે અને હવે ડંકીનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.

ડંકી રાજકુમાર હિરાણીના ડાયરેકશનમાં બની છે. તે સિમ્પલ સ્ટોરીને કોમેડી અને સોશ્યલ મેસેજ સાથે પ્રસ્તુત કરવા માટે જાણીતા છે. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગે છે કે રાજકુમાર હિરાણીએ આ પરંપરા ડંકીમાં પણ અપનાવી છે. ટ્રેલરની શરૂઆત ટ્રેનથી ઉતરતા શાહરૂખ ખાન સાથે થાય છે, જે પોતાની સાથે સાથે પોતાના મિત્રોને પણ લંડન મોકલવામાં લાગ્યો છે. શાહરૂખ ખાન (હાર્ડી) પંજાબના એક સુંદર ગામડામાં પહોંચે છે જ્યાં તેના મિત્રો મનુ, સુખી, બગ્ગૂ અને બલ્લી છે. આ ચારેય લોકોનું સપનું લંડન જવાનું છે.

રાજકુમાર હિરાણી એક અલગ સ્ટોરી સાથે આવવા તૈયાર

શાહરૂખ સાથે આ ત્રણેય મિત્રો પોતાનું સપનું પૂરું કરવા માટે અંગ્રેજી શીખવા લાગે છે. આ ચારેયને અંગ્રેજી બોમન ઈરાની શીખવાડે છે. ટ્રેલરમાં કેટલાંક કોમેડી સીન તો કેટલાંક ઈમોશનલ સીન છે. શાહરૂખ ખાન પોતાના કોમેડી અંદાજ સાથે દર્શકોને હસાવશે તો કેટલાંક સીન દર્શકોને ઈમોશનલ પણ કરી દેશે. ટ્રેલર પરથી કહી શકાય છે કે રાજકુમાર હિરાણી દર્શકોને એક અભૂતપૂર્વ સફર પર લઇ જવા માટે તૈયાર છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ડંકી રાજકુમાર હિરાણી અને ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અભિજાત જોશી, રાજકુમાર હિરાની અને કનિકા ઢીલ્લન દ્વારા લખાયેલી આ ફિલ્મ 21 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.