Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

એક્શનથી ભરપૂર ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર થયું રિલીઝ, ફેન્સમાં એક્સાઇટમેન્ટ થયો ડબલ

એક્શનથી ભરપૂર ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર થયું રિલીઝ, ફેન્સમાં એક્સાઇટમેન્ટ થયો ડબલ

અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમારની મચઅવેટેડ એક્શન ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ની રિલીઝની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. જોકે, ફિલ્મ રિલીઝ પહેલા ફેન્સ તેના ટ્રેલર રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. ફિલ્મનું દમદાર એક્શનથી ભરપૂર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેણે રિલીઝ થતાની સાથે જ દર્શકોમાં હલચલ મચાવી દીધી હતી. સાથે જ ફિલ્મ માટે ફેન્સની ઉત્સુકતા પણ બમણી થઈ ગઈ છે.

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સૌથી અદભુત લાઈવ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં કોપ યુનિવર્સનો ત્રીજો ભાગનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. અજય દેવગણ, દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, જેકી શ્રોફ અને ઘણા સ્ટાર્સે આ મેગા બેશમાં હાજરી આપી હતી. આ એક્શનથી ભરપૂર ફિલ્મ જિયો સ્ટુડિયો, રોહિત શેટ્ટી પિક્ચર્સ અને દેવગણ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મના રિલીઝ થયેલા ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે.

આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે, ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ ગયા વર્ષે સપ્ટેમ્બર 2023માં શરૂ થયું હતું અને સપ્ટેમ્બર 2024માં પૂરું થયું હતું. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, હૈદરાબાદ, કાશ્મીર અને શ્રીલંકા જેવા સુંદર સ્થળોએ કરવામાં આવ્યું છે. ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર 1લી નવેમ્બરે થિયેટરમાં આવવા જઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ ઉપરાંત દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ જેવા મોટા સ્ટાર્સ પણ જોવા મળવાના છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો પાંચમો ભાગ છે. આ ‘સિંઘમ રિટર્ન્સ’ની સિક્વલ છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.