ઈદના બહાને કેટલાક વિધર્મીઓ દ્વારા રોડ ઉપર ટોળા શાહી કરી, ભય ફેલાવી, ધામિૅક લાગણી ડહોળાવવા ના પ્રયાસ થતાં હોય છે. આવું મણિનગરમાં પણ બનતું તેવી રહીશોની ફરિયાદ હતી. પરંતુઆજરોજ ઈદ નિમીતે આમ ના બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદના મણીનગર જીલ્લા દ્વારા મા. પોલીસ કમિશનર શ્રી તેમ જ મણીનગર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી ધ્યાન દોરવામાં આવ્યું હતું, કે કાંકરીયા ખાતે આવેલ ઈદગાહ માં મુસ્લિમ સમાજ રોઙ ઉપર નમાઝ પઢતા હોય છે જેથી સમઞૅ વિસ્તાર માં ભય ફેલાય છે. આસપાસના ફલેટમાં સોસાયટીમાં આડેધડ પાકીઞ પણ થાય છે. આખો રોડ બંધ કરી મુસ્લિમ સમાજ અરાજકતા ફેલાવે છે અને મોડા સુધી ર્ટાફીક રોકી લે છે, લોકોને આવવા જવા માટે પણ ખૂબ તકલીફ પડે છે. આમ કરી એક દહેશત નું વાતાવરણ ઉભું કરવામાં આવે છે.
આમ ના બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદે અરજી આપી હતી અને જણાવ્યું હતું કે જો આવી કોઈ અરાજકતા ફેલાવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અહીં શ્રી હનુમાન ચાલીસા તથા શ્રી રામધુન કરવામાં આવશે. આ પછી પોલીસ ખાતા દ્ધારા અગમચેતી રાખી યોગ્ય પઞલા ભરાતા રોડ ઉપર નમાઝ પઢવામાં આવી નહોતી.
ઈદગાહ માં જ નમાઝ થઈ હતી અને ઈદગાહ મેદાન પણ પુરુ ભરાયું નહોતું અને દહેશત પણ ફેલાઈ ન હોતી. આસપાસના રહીશો એ વિશ્વ હિન્દુ પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે પણ પોલીસ ખાતાની સરાહનીય કામગીરી ને બિરદાવી હતી.