પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર સતત થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કર્ણાવતી શહેરના મહિલા સંગઠનોએ કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો. બહેનીએ અપરાધીને સંરક્ષણ આપતી પશ્ચિમ બંગાળ સરકારનો ખુબજ આક્રમકતા સાથે વિરોધ કર્યો હતો.
છેલ્લા કેટલાક સમય થી પશ્ચિમ બંગાળમાં સતત મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. અપરાધીઓ ને શાસન દ્વારાછાવરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિ માં ૫.બંગાળના બહેનો પર અત્યાચાર રોકવા ભારતભરમાં મહિલા સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ અવસરે શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, નારી શક્તિ, સ્ત્રી ચેતના, મહિલા ઉત્થાન મંડળ સહિત અનેક સંગઠનોના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.