આ દરમિયાન હવામાન વિભાગે નવી અપડેટ જાહેર કરી છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્પષ્ટ રહેશે. સાથે જ અમુક રાજ્યોમાં હીટવેવને લઈને એલર્ટ પણ જારી કરી દેવાયુ છે.
હવામાન વિભાગ અનુસાર શનિવારે 20 મે એ દિલ્હીનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અણસાર છે. દિલ્હીમાં શુક્રવારે 19 મે એ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ, જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછુ હતુ. રાજસ્થાનના અમુક સ્થળો પર મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાનુ અનુમાન છે. જયપુર, દૌસા, અલવર, ભરતપુર, કરૌલી જિલ્લો અને આસપાસના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના જુદા-જુદા ભાગોમાં લૂ ની સંભાવના વ્યક્ત કરી છે. શનિવારે 20 મે એ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લૂ કારણે યેલો એલર્ટ જારી કર્યુ છે. આઈએમડી અનુસાર યુપીમાં આગામી અઠવાડિયે ભીષણ ગરમી પડવાના અણસાર છે. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથૌરાગઢ, ચમ્પાવત તથા અલ્મોડામાં ખૂબ સામાન્ય વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે.
હવામાન વિભાગ અનુસાર હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની શક્યતા છે. આ સિવાય મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાના અણસાર છે.
આઈએમડી અનુસાર અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી કડકવાની સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. આસામ અને મેઘાલયના અમુક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય હિમાલય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલાક સ્થળો પર વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.