રેલ્વેસેક્ટરમાં મોદી સરકાર દ્વારા ભરવામાં આવેલા જબરદસ્ત પગલાંની અસર આ સેગમેન્ટની કંપનીઓના શેરના ભાવ પર પણ જોવા મળી છે. તાજેતરમાં રેલ્વે સેક્ટરમાં ઘણી કંપનીઓના શેરમાં રેકોર્ડ વધારો થયો છે જેના કારણે આ કંપનીઓના શેર રોકાણકારોએ ભારે નફો કર્યો છે. રેલ વેગનનું ઉત્પાદન કરતી કંપનીનો સ્ટોક 1100% સુધી વધ્યો છે. જ્યુપિટર વેગન લિમિટેડ(Jupiter Wagon Limited)નો સ્ટોક છેલ્લા 3 વર્ષમાં 1100% વળતર આપતો મલ્ટિબેગર સ્ટોક બની ગયો છે. જેણે આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું તેમને વર્તમાન શેરના ભાવ પ્રમાણે રૂ. 12.30 લાખ સુધીનું વળતર મળ્યું હતું.
શેરની ચાલ કેવી રીતે બદલાઈ?
જ્યુપિટર વેગન લિમિટેડના શેરની કિંમત ત્રણ વર્ષ પહેલાં 22 જૂન 2020ના રોજ રૂપિયા 13.15 હતી. આ જ સપ્તાહમાં કંપનીનો શેર રૂ. 161.60ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. આ રીતે માત્ર 3 વર્ષના ગાળામાં કંપનીના શેરમાં 1130 ટકાનો ઉછાળો આવ્યો છે. આમ કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારને તે સમયે લગભગ 7,605 શેર મળ્યા હશે, જે શેરના વર્તમાન ઉચ્ચ સ્તરે રૂ. 12.30 લાખની કિંમતના હશે.
સારું રિટર્ન મળવાનો અંદાજ
જો આપણે 3 વર્ષના આંકડાઓ પર નજર ન કરીએ તો પણ જ્યુપિટર વેગનના સ્ટોકમાં હજુ તેજી આવી શકે છે. માત્ર 1 વર્ષના ગાળામાં તેણે 109.80 રૂપિયા પ્રતિ શેર એટલે કે 238.70 ટકાનો નફો નોંધાવ્યો છે. એક વર્ષ પહેલા તેની કિંમત 65 રૂપિયાની આસપાસ હતી. તે જ સમયે, રોકાણકારોને એક મહિનામાં આ શેર પર 36.05 નું વળતર મળ્યું છે.
જ્યુપિટર વેગન્સના નાણાકીય સ્થિતિ
Jupiter Wagonsનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6,222 કરોડ છે. છેલ્લા 5 વર્ષમાં તેનો નફો સતત વધી રહ્યો છે. વર્ષ 2019માં જ્યાં કંપનીનો નફો 216 કરોડ રૂપિયા હતો. 2023માં તે વધીને 2,068 કરોડ રૂપિયા થઈ ગયો છે.
જ્યુપિટર વેગન રેલ્વે વેગન, પેસેન્જર કોચ, વેગનના ઘટકો અને કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે. કંપની ભારતીય રેલ્વે માટે વેગન, હાઇ-સ્પીડ પેસેન્જર બોગી વગેરે માટે કામ કરે છે. રેલ્વેના વિસ્તરણ અને વંદે ભારત ટ્રેનની શરૂઆત બાદ કંપનીના ભાવિ અને નફામાં વધારો થવાની ધારણા છે.