દિલ્હીની બે મોટી સ્કૂલો સહિત 40 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવાને કારણે હોબાળો મચી ગયો. દિલ્હીની DPS આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા. સવારે લગભગ 7 વાગે દિલ્હી ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી.
#WATCH | A team of Delhi police arrives at RK Puram's DPS – one of the two schools that received bomb threats, via e-mail, this morning pic.twitter.com/c23ciJTLGi
— ANI (@ANI) December 9, 2024
સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકોને પાછા મોકલી દીધા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સવારે જ્યારે બાળકો સ્કૂલે પહોંચ્યા ત્યારે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ઇમરજન્સી છે, જેના કારણે સ્કૂલ બંધ છે.
#WATCH | Delhi | Visuals from outside of DPS RK Puram – one of the two schools that receive bomb threats, via e-mail, today morning pic.twitter.com/sQMOPh4opI
— ANI (@ANI) December 9, 2024
આ ઘટના બાદ દિલ્હી પોલીસે ઈમેલ મોકલનારને ઓળખવા માટે આઈપી એડ્રેસ અને અન્ય ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી દીધી છે. ખતરાને કારણે સાવચેતીના પગલારૂપે મોટાભાગની શાળાઓ બંધ રાખવામાં આવી છે. સવારે જ્યારે બાળકો શાળાએ પહોંચ્યા ત્યારે તેમને ઇમરજન્સી હોવાનું કહીને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા. હાલ પોલીસ અને સંબંધિત એજન્સીઓ તપાસમાં લાગેલી છે, અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.