Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

પાકિસ્તાનમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરી ધર્માંતરણ કરાવાયું.

પાકિસ્તાનમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરી ધર્માંતરણ કરાવાયું.

પાકિસ્તાનમાં ફરી બળજબરીથી ધર્મપરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરાયું, ત્યાર પછી બળજબરીથી એ જ મુસ્લિમ પુરુષ સાથે ત્રણેય બહેનોના લગ્ન કરાવી દેવાયા, જેણે તેમનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાનની સીમા હૈદરે તેના સંતાનો સાથે ભાગીને ભારત પહોંચી હિન્દુ બનીને સચીન નામના યુવક સાથે લગ્ન કર્યા પછી પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણની ઘટનાઓ વધવા લાગી છે.

પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારો માટે કામ કરતી ટોચની સંસ્થાદારેવાર ઈતેહાદના વડા શિવ કચ્છીએ જણાવ્યું હતું કે આ ઘટના સિંધ પ્રાંતના ધારકી વિસ્તારમાં થઈ હતી. હિન્દુ ઉદ્યોગપતિ લીલારામની ત્રણ પુત્રીઓ ચાંદની, રોશની અને પરમેશ કુમારીનું પહેલાં અપહરણ કરવામાં આવ્યું. પછી બળજબરીથી તેમનું ધર્માંતરણ કરી તેમને મુસ્લિમ બનાવાઈ.

તેમનું ધર્મ પરિવર્તન પીર જાવેદ અહેમદ કાદરીએ કરાવ્યું હતું અને પછી આ છોકરીઓના લગ્ન મુસ્લિમ પુરુષ સાથે કરાવી દીધા. કચ્છીએ કહ્યું કે તેમના સંગઠને વારંવાર અપીલ કરવા છતાં હિન્દુ છોકરીઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની પરંપરા સતત ચાલુ રહી છે. પોલીસ અને તંત્ર દોષિતોને પકડવામાં નિષ્ફળ ગઈ છે.

નોંધનીય છે કે આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાની સીમા હૈદર તેના ચાર સંતાનો સાથે ભાગીને ભારતમાં પહોંચી ગઈ અને તેણે હિન્દુ પુરુષ સચીન મીણા સાથે લગ્ન કરી લીધા. રૂઢીચુસ્ત મુસ્લિમ દેશના સામાજિક નિયમોનો ભંગ કરી પ્રેમલગ્ન કરવા બદલ સીમાનો તેના પરિવાર અને પડોશીઓએ બહિષ્કાર કર્યો હતો.  સીમા હૈદરે ભારત આવીને પોતાને હિન્દુ ગણાવતા મુસ્લિમ કટ્ટરપંથીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેઓ સીમા હૈદરના જવાબમાં પાકિસ્તાનમાં મોટાભાગે સિંધ પ્રાંતમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સીમા હૈદર પાછી નહીં ફરે તો હિન્દુઓ પર અત્યાચાર વધારવામાં આવશે. કચ્છીએ કહ્યું કે અનેક ડાકુઓ સતત હિન્દુ સમાજને ધમકીઓ આપી રહ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.