Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત

ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા એક લાગ્યો હતો કરંટ બીજા વ્યક્તિ દ્વારા તેને બચાવવા જતા તેને પણ લાગ્યો કરંટ અને ત્રીજા એક વ્યક્તિ દ્વારા એ બે ને બચાવવા જતા ત્રણેવ વ્યક્તિઓને કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગવાની સમગ્ર ઘટનામાં ધુણાદરાના પરમારપુરાના ત્રણ વ્યક્તિ એ ગુમાવ્યો જીવ ભાનુભાઈ બુધાભાઈ પરમાર જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર તથા નરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમાર એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક જ પરિવારના ત્રણ વ્યક્તિ નું આકસ્મિક મોત થતા પરિવારમાં ભારે આક્રંદ સર્જાયો છે. ત્રણેય વ્યક્તિને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. એક પરિવાર ના ત્રણે વ્યક્તિનું આ રીતે આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.