Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

‘ટાઈગર 3’એ રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો તોડ્યો રેકોર્ડ, જાણો વર્લ્ડવાઈડ કલેક્શન

‘ટાઈગર 3’એ રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો તોડ્યો રેકોર્ડ, જાણો વર્લ્ડવાઈડ કલેક્શન

સલમાન ખાન સ્ટારર સ્પાઈ થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કરી રહી છે. ફિલ્મ 12 નવેમ્બરના રોજ દિવાળીના ખાસ અવસર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. રિલીઝના પ્રથમ દિવસે જ ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી હતી અને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર બે દિવસોમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં સલમાન ખાનની ફિલ્મે 450 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ આ ફિલ્મે રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

‘ટાઈગર 3’એ તોડ્યો ‘બ્રહ્માસ્ત્ર’નો રેકોર્ડ

ઓપનિંગ ડે પર ગદર 2 નો રેકોર્ડ તોડ્યા બાદ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’એ હવે રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ-1 અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ છે જે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં નજર આવ્યા હતા.

ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ‘બ્રહ્માસ્ત્ર’નું લાઈફ ટાઈમ કલેક્શન 249.57 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ એ 16 દિવસમાં 273.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને આ રીતે ‘ટાઈગર 3’ એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પણ ‘બ્રહ્માસ્ત્ર’ને પાછડ છોડી દીધી છે. બંને ફિલ્મોના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ‘બ્રહ્માસ્ત્ર’એ વર્લ્ડવાઈડ 431 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘ટાઇગર 3’ એ ત્રણ અઠવાડિયા પૂરા થતા પહેલા જ બ્રહ્માસ્ત્રની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘ટાઈગર 3’એ અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ 450 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.