અમદાવાદમાં આજથી ગત વર્લ્ડ કપની ફાઈનલિસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ સાથે ભારતમાં ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ (Cricket Mahakumbh is going to start from today) થશે. આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અને જોશ ચરમસીમાએ છે ત્યારે મેચને લઈને દર્શકો માટે કેટલીક ગાઈડલાઈન પણ જાહેર (Some guidelines were also announced for the audience) કરવામાં આવી છે.
#WATCH | Ahmedabad, Gujarat: On Security arrangements for World Cup, CP Ahmedabad GS Malik says, "The World Cup is beginning from October 5. A match between New Zealand and England will be played here. The police have made all the arrangements…A police force of more than 3,500… pic.twitter.com/Kr3GExyvvk
— ANI (@ANI) October 4, 2023
ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં આવ્યો : પોલીસ કમિશનર
અમદાવાદમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (Cricket World Cup 2023)ના પહેલા મેચમાં આઈપીએલમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે મુજબ જ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ માટે ત્રણ એડીશનલ કમિશનર, 18 એસીપી, 13 ડીસીપી તેમજ કોન્સટેબલથી લઈને 3 હજાર જેટલા પોલીસના જવાનો સહિત 500 હોમગાર્ડ ખડપગે રહેશે. શહેરના પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે મેચને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમુક ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં (Some traffic was diverted) આવ્યો છે જેની માહિતી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમજ વેબસાઈટ પર મુકવામાં આવી છે. કમિશનરે વધુમાં કહ્યું હતું કે કોઈપણ અફવા પર ધ્યાન આપવું (Don’t pay attention to rumours) નહીં.