સંસદનું ચોમાસુ સત્ર ત્રણ અઠવાડિયાના હોબાળા બાદ આજે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ વખતે સમગ્ર સત્ર દરમિયાન મણિપુર પર ચર્ચાના મુદ્દાને લઈને હોબાળો થયો હતો. ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને ગઈકાલે PM મોદી પર અસંસદીય ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલે સરકાર સામે લાવવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ ગઈ હતી. આ સાથે જ લોકસભામાં હોબાળા થતા કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
Lok Sabha adjourned till 12 noon pic.twitter.com/EWJQVtm8Gn
— ANI (@ANI) August 11, 2023
અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે બંધારણની કલમ 105(1) હેઠળ દરેક સાંસદને સંસદમાં બોલવાની સ્વતંત્રતા છે. બહુમતીની સત્તાનો દુરુપયોગ કરીને જો કોઈ સાંસદને આ રીતે સસ્પેન્ડ કરવામાં આવે તો તે લોકશાહી માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.