રાજ્યમાં વર્ષ 2023-24માં ઈ- વ્હીકલ રજિસ્ટ્રેશનનું પ્રમાણ માત્ર 5%, દેશમાં ગુજરાત નવમા સ્થાને
વૈકલ્પિક ઊર્જા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 10 જુલાઈએ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાય છે. ભારત પણ વૈકલ્પિક ઊર્જા અંગે નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. કચ્છના રણમાં ભારત- પાકિસ્તાનની સરહદ પાસે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. સૌરઊર્જાના ડ્રીમ પ્રોજેક્ટની સાથે આ પાર્ક બની રહ્યો છે. 1.50 લાખ કરોડમાં અદાણી ગ્રૂપ તેને ખાવડામાં તૈયાર કરી રહ્યું છે. તે સિંગાપોરના ક્ષેત્રફળથી મોટો પાર્ક છે. 9 કરોડ વૃક્ષથી જેટલો ફાયદા મળે છે તેટલો ફાયદો આ પાર્ક આપશે. આ પાર્ક 2026માં બની જશે. તેમાં 30 હજાર ગીગાવોટ વીજઉત્પન્ન થશે. દેશમાં વર્ષ 2023- 24 દરમિયાન 359,889 મિલિયન યુનિટ્સ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન હતું સૌથી વધારે રાજસ્થાનમાં 13.38 ટકા જેટલું રહ્યું હતું. આ મામલે 43 હજાર મિલિયન યુનિટ (11.96 ટકા) સાથે ગુજરાત બીજા નંબરે રહ્યું છે. રાજ્યમાં 2022-23ની તુલનામાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ‘સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાર્યમેન્ટ 2024’ રિપોર્ટ મુજબ 2023-24માં કુલ વાહનોના રજિસ્ટ્રેશન પૈકી ઈ-વ્હીકલ રજિસ્ટ્રેશનનું સૌથી વધુ પ્રમાણ કેરળમાં 11 ટકા નોંધાયું. ગુજરાતમાં માત્ર 5 ટકા રજિસ્ટ્રેશન નોંધાયું છે અને તે યાદીમાં નવમા સ્થાને છે.
રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષેત્રે રાજસ્થાન મોખરે
રાજસ્થાન-ઉત્પાદન(48164.86)હિસ્સેદારી(13.88%)
ગુજરાત-ઉત્પાદન(49099.55)હિસ્સેદારી(11.96%)
કર્ણાટક-ઉત્પાદન(89499,72)હિસ્સેદારી(10.98%)
હિમાચલ-ઉત્પાદન(38952.37)હિસ્સેદારી(10.82%)
તમિલનાડુ-ઉત્પાદન(33166.59)હિસ્સેદારી(9.22%)
538 ચોરસ કિમીમાં ફેલાયેલા ખાવડા પ્રોજેક્ટની વિશેષતા
30 GW: રિન્યુએબલ એનર્જીનું વાર્ષિક ઉત્પાદન થઈ શકશે.
8100 કરોડ: યુનિટ વીજળી પેદા થશે. સમગ્ર બેલ્જિયમ, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડને વીજળી પૂરી પાડશે
1.61 કરોડ ઘરોને એટલે કે પોલેન્ડ અને કેનેડાનાં પરોને વીજળી આપી
15,200: નોકરીનું સર્જન
171 કરોડ: લિટર પાણીની બચત
5.80 કરોડ: ટન કાર્બન ઉત્સર્જન ટળશે
60,300 ટન કોલસાની બચત થશે.
શકે, તેટલું વીજઉત્પાદન થશે. 15,200: નોકરીનું સર્જન, 171 કરોડ: લિટર પાણીની બચત. 5.80 કરોડ: ટન કાર્બન ઉત્સર્જન ટળશે. 60,300 ટન કોલસાની બચત થશે.
ઈ-વ્હીકલનું સૌથી વધુ 11 ટકા રજિસ્ટ્રેશન કેરળમાં
સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાર્યમેન્ટ રિપોર્ટ મુજબ વર્ષ 2023-24માં કુલ વાહનોનાં રજિસ્ટ્રેશન પૈકી ઇ-વ્હીકલ રજિસ્ટ્રેશનમાં 11 ટકા સાથે કેરળ પહેલા નંબરે રહ્યું. બીજા નંબરે 10 ટકા સાથે આસામ અને ત્રીજા સ્થાને 9 ટકા સાથે ઉત્તરપ્રદેશ રહ્યું. 7 ટકા રજિસ્ટ્રેશન ધરાવતાં ચાર રાજ્યો છે જેમાં બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં 6 ટકા રજિસ્ટ્રેશન નોંધાયું છે.ગુજરાતમાં માત્ર 5 ટકા છે.