Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

દેશમાં વધી રહેલા સ્પામ કોલ Scam અંગે ટ્રાઇની મોટી કાર્યવાહી, લાગુ કરાશે આ કડક નિયમો

દેશમાં વધી રહેલા સ્પામ કોલ Scam અંગે ટ્રાઇની મોટી કાર્યવાહી, લાગુ કરાશે આ કડક નિયમો

દેશમાં સતત વધી રહેલા સ્પામ કોલ અને તેના દ્વારા કરાતી છેતરપિંડીના પગલે ટેલિકોમ રેગ્યુલેટર અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ(TRAI)દ્વારા આ માટે સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ સ્કેમ કરનારા લોકો વિરુદ્ધ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટ્રાઇએ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કન્ઝ્યુમર પ્રેફરન્સ રેગ્યુલેશન (TCCCPR)2018માં સુધારો કરવાનો અને યુઝર્સને અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (UCC) થી બચાવવા માટે કડક નિયમો લાદવાનો નિર્ણય લીધો છે. આ નિયમો 12 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેને આજે લોકસભામાં સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

ટ્રાઈ દ્વારા સુધારેલા નિયમો

  • ટ્રાઈ દ્વારા સુધારેલા નિયમોમાં લોકોને હવે તેમની ફરિયાદો નોંધાવવા માટે પહેલા કરતાં વધુ સમય મળશે.
  • યુઝર્સ હવે સ્પામ કોલ્સ અને મેસેજ વિશે 7 દિવસ સુધી ફરિયાદ કરી શકશે. જે સમય પહેલા ત્રણ દિવસનો હતો
  • સ્પામર્સ સામે ઝડપી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • ટેલિમાર્કેટર્સ સામે કાર્યવાહી કરવા 5 દિવસનો સમય મળશે. જે પહેલા 30 દિવસનો હતો
  • ટ્રાઇએ નિયમોને વધુ કડક બનાવ્યા છે અને ફરિયાદ પ્રણાલીને કડક બનાવી છે.
  • હવે 10 દિવસમાં 5 ફરિયાદો મળશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાઇએ 1,150 થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કર્યા

દેશમાં ટ્રાઇની કડકાઇ બાદ ઓગસ્ટ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન સ્પામ કોલ્સની ફરિયાદોમાં મોટો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં 1,84,419 સ્પામ કોલ અને સંદેશાઓની ફરિયાદો મળી હતી. જે જાન્યુઆરીમાં ઘટીને 1,34,821 થઈ ગઈ. આ ઉપરાંત ટ્રાઇએ 1,150 થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓને બ્લેકલિસ્ટ કર્યા છે. જયારે 18.8 લાખથી વધુ ટેલિકોમ સંસાધનોના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.