Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

એક્ટર રણદીપ હુડ્ડાની સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ Sergeant નું ટ્રેલર રિલીઝ

એક્ટર રણદીપ હુડ્ડાની સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ Sergeant નું ટ્રેલર રિલીઝ

પોતાના દમદાર અભિનય માટે જાણીતા રણદીપ હુડ્ડા આમ તો દરેક પાત્રમાં જીવ ફૂંકી દે છે, પરંતુ અત્યારે તેમના જે પાત્રની ચર્ચા થઈ રહી છે તે વીર સાવરકરની છે. આગામી ફિલ્મ વીર સાવરકરમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે અભિનેતાએ ઘણો વજન ઘટાડ્યો હતો જેને જોઈને તમામ ચોંકી ગયા હતા. જોકે આજે રણદીપ વીર સાવરકર માટે નહીં પરંતુ વધુ એક ફિલ્મ સાર્જન્ટના કારણે ચર્ચામાં છે. રણદીપ હુડ્ડાની આ સસ્પેન્સ કોપ-ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. જેમાં અભિનેતા એક હત્યાનું રહસ્ય ઉકેલતા જોવા મળી રહ્યા છે.

ટ્રેલરની શરૂઆત

ટ્રેલરની શરૂઆત રણદીપ હુડ્ડાના પાત્રના ઈન્ટ્રોડક્શનથી થાય છે, જેનું નામ સાર્જન્ટ નિખિલ શર્મા હોય છે. નિખિલ શર્મા એક યુવતીના મોતના રહસ્યને ઉકેલવાના કાર્યમાં લાગેલા છે. તે યુવતીનું મોતનું કારણ ડ્રગનો ઓવરડોઝ જણાવીને કેસ ક્લોઝ કરી દેવાયો હતો પરંતુ નિખિલને શંકા છે કે તેની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન નિયમોને તોડતા તેઓ આ કેસની તપાસ કરે છે અને કિલર સુધી પહોંચવાના પ્રયત્નમાં લાગેલા જોવા મળી રહ્યા છે.

સસ્પેન્સથી ભરપૂર છે સાર્જન્ટનું ટ્રેલર

ટ્રેલર જોઈને ફિલ્મ સસ્પેન્સ અને કૉપ ડ્રામાથી ભરપૂર હશે તેવુ લાગી રહ્યુ છે. જેમાં દર્શકોને એક્શન, સસ્પેન્સ અને રિસ્ક જોવા મળશે. રણદીપ હુડ્ડા એકવાર ફરી પોતાના રોલમાં શ્રેષ્ઠ લાગી રહ્યા છે. એટલે કે અભિનેતા એકવાર ફરી દર્શકો માટે એન્ટરટેઈનમેન્ટનો ફૂલ ડોઝ લઈને આવી રહ્યા છે. જોકે, શું હશે તે તો સમય જ બતાવશે, પરંતુ રિલીઝ થયેલુ ટ્રેલર ખૂબ જ શ્રેષ્ઠ લાગી રહ્યુ છે.

આ દિવસે ફિલ્મ રિલીઝ થશે

પ્રવાલ રમન દ્વારા નિર્દેશિત સારજન્ટ એક સસ્પેન્સ કોપ-ડ્રામા ફિલ્મ છે. જેમાં રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. રણદીપ સિવાય ફિલ્મમાં અરુણ ગોવિલ, આદિલ હુસૈન અને સપના પબ્બી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 30 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમા પર ફ્રી માં સ્ટ્રીમ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.