Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યો ને કોઈ તકલીફ ન પડે તે બાબત ની બેઠક યોજાઈ હતી.

આ બેઠક નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને પ્રશિક્ષણ વર્ગ ના ઇન્ચાર્જ અને નર્મદા જિલ્લા ભાજપ ના મહામંત્રી નિલભાઈ રાવ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. નર્મદા જિલ્લાની 5 તાલુકા પંચાયત ના પ્રશિક્ષણ વર્ગ 66 સદસ્યો અપેક્ષિત રહેનાર છે.આ પ્રશિક્ષણ વર્ગ માં પ્રદેશ કક્ષાએથી પ્રવક્તાઓ પણ આવનાર છે.

વ્યવસ્થા ની બેઠક માં ભાજપ ના કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યકર્તાઓ ને સુશોભન, જમવાની, પ્રેસ મીડિયા અને સદસ્યો ને વર્ગ સુધી કેવી રીતે પહોંચે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

રિપોર્ટ- શૈશવ રાવ (નર્મદા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.