ખેડા જીલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સ, મહમંદપુરા તા. કપડવંજ ખાતે “GROW MORE FRUIT CROPS” અને પ્રાકૃતિક ખેતી ઝુંબેશ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું તથા આ તાલીમમાં નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજના અંતર્ગત મિનિ ટ્રેકટર તથા ટ્રેકટરમાં ઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયરનું વેરીફીકેશન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ શિબિરમાં કપડવંજ તાલુકાના ૧૦૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં ખેડૂતોને ફળ પાકોના વાવેતર કરવાથી થતા વિવિધ લાભો વિશે માહિતી આપવામાં આવી તથા પ્રાકૃતિક ખેતીથી ફળ પાકોનું વાવેતર કરી સારી આવક મળે છે તે વિષે નાયબ બાગાયત નિયામક નડીયાદ ડો. સ્મિતા પિલ્લાઇ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તથા બાગાયતી ખેતી કરવા ખેડૂતો પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને ૨ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જૈમિન પટેલ, મદદનીશ બાગાયત નિયામક હિતેશ સવાણી, બાગાયત અધિકારી હરેશ ચોધરી તથા કપડવંજ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી અને તેમના અનુભવો અન્ય ખેડૂતોને જણાવ્યા હતાં.