Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

સાળંગપુર મહોત્સવમાં 108 દિવ્યાંગોને ટ્રાયસીકલ સાયકલ અર્પણ કરાઈ

સાળંગપુર મહોત્સવમાં 108 દિવ્યાંગોને ટ્રાયસીકલ સાયકલ અર્પણ કરાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં આજે 108 ટ્રાઇસિકલ જરૂરિયાત મંદ દિવ્યાંગોને અર્પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન પ્રતિક સ્વરૂપે અહી 20 થી 25 લોકોને બોલાવ્યા હતા. તેમજ કાર્યક્રમ સમયે તેમને અર્પણ કરવામાં આવી હતી. ઋષિભાઈ વિનુભાઈ ચોરસિયા (હાલ ઓસ્ટ્રેલિયા) પરીવાર તરફથી દિવ્યાંગ લોકો માટે એક ભાવ રૂપે, દિવ્યાંગના હનુમાન બને તેના માટે પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી, ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી-વડતાલ, પ્રેમપ્રકાશદાસજી સ્વામી- કલાકુંજ મંદિર વગેરે વડીલ સંતોના હસ્તે 108 ટ્રાયસીકલ અર્પણ કરવામાં આવી હતી.

મંદિરના દર્શને આવતા વૃદ્ધો તથા રોગી દર્શનાર્થીઓ માટે 50 વ્હીલચેર પણ આ ચોરસીયા પરિવાર તરફથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને અર્પણ કરવામાં આવી હતી.

 

રિપોર્ટ-પ્રભાકર મોદી (બોટાદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.