અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલની ઘોષણા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સોમવારે (2 ફેબ્રુઆરી) ટેલિફોનિક વાતચીત થઈ હતી, જે બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ ડીલ વિશે માહિતી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા સહકાર તેમજ રશિયા-યુક્રેન યુદ્ધને અંત આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચાના પરિણામે અમેરિકા ભારત પર લાગતા ટેરિફમાં ઘટાડો કરશે.
It was an Honor to speak with Prime Minister Modi, of India, this morning. He is one of my greatest friends and, a Powerful and Respected Leader of his Country. We spoke about many things, including Trade, and ending the War with Russia and Ukraine. He agreed to stop buying…
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) February 2, 2026
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં પીએમ મોદીને પોતાના ઘનિષ્ઠ મિત્ર ગણાવતા તેમને શક્તિશાળી અને સન્માનનીય નેતા તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી સાથે થયેલી વાતચીત દરમિયાન અનેક વૈશ્વિક મુદ્દાઓ પર સહમતિ બની છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રશિયા પાસેથી તેલ ન ખરીદવાની દિશામાં સહમતિ દર્શાવી છે અને ભારત હવે અમેરિકા તથા ખાસ કરીને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ પગલું યુક્રેન યુદ્ધને અંત આપવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં પણ મદદરૂપ થશે.
વેપાર કરાર અંગે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે પીએમ મોદી સાથેની મિત્રતા અને પરસ્પર સન્માનના આધારે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ થઈ છે. આ કરાર હેઠળ અમેરિકા ભારત પર લાગતો ટેરિફ ઘટાડીને 25 ટકાથી 18 ટકા કરશે. તે સાથે જ ભારત પણ પોતાના ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર શૂન્ય કરવા માટે સંમત થયું હોવાનું ટ્રમ્પે કહ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ અમેરિકા પાસેથી અંદાજે 500 બિલિયન ડોલરના ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલ તેમજ અન્ય અનેક ઉત્પાદનો ખરીદવાની તૈયારી દર્શાવી છે.
પોસ્ટના અંતે ટ્રમ્પે જણાવ્યું કે ભારત સાથેની મિત્રતા આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને તેઓ બંને એવા નેતા છે જે નિર્ણયો લઈને કામ પાર પાડી શકે છે અને આ ગુણ દરેકમાં હોતો નથી. ટ્રમ્પના આ નિવેદનને ભારત-અમેરિકા સંબંધોમાં નવા વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel