click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઓનલાઈન ગેમિંગથી ઓળખાણ, પછી દુષ્કર્મ અને અપહરણ; અમદાવાદની સગીરાને ફસાવનાર અરમાન બંગાળથી ઝડપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > ઓનલાઈન ગેમિંગથી ઓળખાણ, પછી દુષ્કર્મ અને અપહરણ; અમદાવાદની સગીરાને ફસાવનાર અરમાન બંગાળથી ઝડપાયો
AhmedabadGujarat

ઓનલાઈન ગેમિંગથી ઓળખાણ, પછી દુષ્કર્મ અને અપહરણ; અમદાવાદની સગીરાને ફસાવનાર અરમાન બંગાળથી ઝડપાયો

અમદાવાદમાંથી તાજેતરમાં એક ગેમિંગ જેહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં એક 16 વર્ષીય સગીરાને એક પશ્ચિમ બંગાળના યુવકે ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે તેને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. જ્યાંથી સગીરાના ઘરે પણ ગયો અને આરોપ છે કે ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું.

Last updated: 2026/02/03 at 2:47 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદમાંથી એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી એક 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ અને અપહરણ કરવાનો આરોપ સામે આવ્યો છે. આ કેસમાં પશ્ચિમ બંગાળના યુવક આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અઝગર (ઉંમર 21 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓનલાઇન મોબાઇલ ગેમ ‘ફ્રી ફાયર’ દરમિયાન સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને દોઢ વર્ષથી વધુ સમયથી તેની સાથે ફોન અને વોટ્સએપ પર સંપર્કમાં હતો. ગેમ રમતા રમતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી, જે બાદમાં ચેટિંગ અને વાતચીત પ્રેમસબંધમાં બદલાઈ ગઈ હતી.

પીડિતા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે અને હાલ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ બે વખત અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે કોઈ ન હોય ત્યારે તેને મળ્યો હતો. તાજેતરમાં 22 જાન્યુઆરી 2026ના રોજ આરોપી પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને પીડિતાના ઘરે પહોંચ્યો હતો. આરોપ છે કે ઘરમાં કોઈ હાજર ન હોય તે સમયે તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેણે સગીરાને ફોસલાવીને પોતાના સાથે પશ્ચિમ બંગાળ લઈ જવા માટે તૈયાર કરી હતી.

23 જાન્યુઆરીએ આરોપી અને સગીરા બંને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને પશ્ચિમ બંગાળ જવા રવાના થયા હતા. બીજી તરફ દીકરી અચાનક ગાયબ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતાં પરિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ વેજલપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને મોબાઇલ લોકેશન, કોલ ડીટેઇલ્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી અને સગીરાની હિલચાલ અંગે માહિતી મેળવી.

પોલીસને જાણ થઈ કે બંને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યા છે, જેના આધારે ખડગપુર રેલવે પોલીસને તરત જ એલર્ટ કરવામાં આવી હતી. ટ્રેન ખડગપુર રેલવે સ્ટેશન પહોંચતાં જ રેલવે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. ત્યારબાદ વેજલપુર પોલીસની ટીમ ખડગપુર પહોંચી આરોપીની કસ્ટડી લઈને અમદાવાદ પરત આવી હતી, જ્યારે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવી છે.

વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીનો મેડિકલ રિપોર્ટ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે, ત્યારબાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ.એમ. ડિવિઝનના એસીપી એ.બી. વાળંદે જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો હોવાનું સામે આવતા ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અને સમયસર કાર્યવાહી કરીને પીડિતાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Ahmedabad city district, ahmedabad collector, ahmedabad crime branch, Ahmedabad crime news, Ahmedabad minor rape case Gujarati, Ahmedabad Police, Breaking news, CM Gujarat, Cyber crime Gujarat, Free Fire online gaming trap, gujarat, gujarati news, Kharagpur railway police, latest news, Minor girl kidnapping Ahmedabad, Minor missing case, Minor rape case, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Online gaming crime, Online gaming love trap, topnews, vejalpur, vejalpur police, Vejalpur police Ahmedabad, West Bengal, west bengal cm, West Bengal CM Mamata Banerjee, west bengal government, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ ગુનાહિત મામલો, અમદાવાદ દુષ્કર્મ કેસ, અમદાવાદ સમાચાર, અરમાન મોહમ્મદ અઝગર ધરપકડ, ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ગેમિંગ ગુના, ઓનલાઈન ગેમિંગ ફ્રી ફાયર, ઓનલાઈન પ્રેમજાળ, ખડગપુર રેલવે પોલીસ, પશ્ચિમ બંગાળ, વેજલપુર પોલીસ, વેજલપુર પોલીસ કાર્યવાહી, વેજલપુર પોલીસ સ્ટેશન, સગીરા અપહરણ, સગીરા ગુમશુદગી કેસ, સાયબર ક્રાઇમ અમદાવાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત-યુએસ ટ્રેડ ડીલની ટ્રમ્પની જાહેરાત; PM મોદી સાથે ફોન પર વાત, અમેરિકા ટેરિફ ઘટાડશે
Next Article નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?