અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. મસ્કે ટ્રમ્પના બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો જોરશોરથી વિરોધ કર્યો છે. મસ્કે જણાવ્યું હતું કે તેના લીધે સરકારનો ખર્ચ વધી જશે અને ડીઓજીઇના બધા પ્રયત્નો નિષ્ફળ જશે. તેણે ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ બિલને લઈને જાહેરમાં બળાપો કાઢ્યો હતો. બીજી ટ્વિટ કરીને ટ્રમ્પ સરકારના સલાહકાર તરીકેનું પદ છોડવાનું પણ એલાન કરી દીધું.
ઇલોન મસ્કે X પર કરી પોસ્ટ
આ સાથે ઈલોન મસ્કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકેનું પદ છોડવાનું એલાન કરી દીધું હતું. તે હાલમાં DOGEના પ્રમુખ તરીકેનું પદ સંભાળી રહ્યા હતા. મસ્કે સોશિયલ મીડિયા પર આ અંગે એલાન કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકન સરકારમાં વિશેષ કર્મચારી તરીકે મારા કાર્યકાળનો અંત થયો. હું સરકારના નકામા ખર્ચ ઘટાડવા માટે તક મળવા બદલ ટ્રમ્પનો આભારી છું.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
— Elon Musk (@elonmusk) May 29, 2025
મસ્કે બિલ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે બિલ ક્યાં તો મોટું હોય અથવા તો સુંદર હોય, પણ બંને ન હોય. આ બિલને ટ્રમ્પના ગોલ્ડન એજવાળા વિઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેમા ટ્રમ્પે 2017માં પહેલા કાર્યકાળમાં કરેલા ટેક્સ કટને બીજા દસ વર્ષ સુધી રાખવાનો પ્રસ્તાવ છે.
તેની સાથે બોર્ડર સિક્યોરિટી ખર્ચ વધારવાની જોગવાઈ પણ સામેલ છે. આ ઉપરાંત આ બિલમાં અમેરિકન સરકારની ખર્ચ કરવાની મર્યાદા વધારવાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે તેને પાસ કરી દીધું છે. હવે આ બિલને સેનેટ પાસે મોકલવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બિલ હકીકત બન્યું તો એક દાયકામાં અમેરિકાના દેવામાં 4 ટ્રિલિયન ડોલર સુધીનો ઉમેરો થશે.
વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકારો તેમનાથી વિપરીત વલણ ધરાવે છે. તેઓનો દાવો છે કે સરકારના આ પેકેજના લીધે અમેરિકાનો વૃદ્ધિદર 5.2 ટકા સુધી પહોંચી શકે છે. હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટનો દાવો છે કે બિલ ખાધમાં ઉમેરો નહીં કરે, તે ખર્ચમાં કાપ દ્વારા 1.6 ટ્રિલિયન ડોલર બચાવશે.
ટ્રમ્પે બીજો કાર્યકાળ સંભાળતા જ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીની જાહેરાત કરી હતી. મસ્કને તેનો વડો બનાવવામાં આવ્યો હતો. આ વિભાગનું કામ સરકારના બિનજરુરી ખર્ચ બંધ કરવાનું હતું, જેનું ટ્રમ્પે ચૂંટણીમાં વચન આપ્યું હતું. જો કે મસ્કે પછી આ વિભાગનું પ્રમુખપદ છોડી દીધં છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ પછી મસ્ક જુદા-જુદાં મુદ્દાને લઈને ટ્રમ્પ સાથે અસંમતિ દર્શાવી ચૂક્યા છે. ટ્રમ્પે પોતાને જે બિલના પુરસ્કર્તા માને છે તે બિલને મસ્ક માનતા નથી.