અમેરિકામાં ફરી એક વખત ઇસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમનું પ્રશાસન મુસ્લિમ બ્રધરહૂડને ‘ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન’ (FTO) તરીકે જાહેર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે અને આ માટે જરૂરી દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય “સૌથી કડક અને શક્તિશાળી ભાષામાં” લેવામાં આવશે. જોકે વ્હાઇટ હાઉસે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પહેલા પણ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ સંગઠનને આતંકવાદી ગણાવવાની ચર્ચા થઈ હતી, પણ તે સમયે કોઇ સત્તાવાર નિર્ણય લેવાયો નહોતો. ત્યાર બાદ બાઇડન પ્રશાસન દરમ્યાન પણ આ મુદ્દો અધવચ્ચે રહી ગયો. હવે ફરી ટ્રમ્પની વાપસી સાથે આ પ્રશ્ન ફરી ચર્ચામાં છે.
પરંતુ નિષ્ણાતોના મતે મુસ્લિમ બ્રધરહૂડને ટેરર ઓર્ગેનાઈઝેશન જાહેર કરવું સરળ નથી, કારણ કે સંગઠનનું માળખું અત્યંત વિખરાયેલું છે અને તેની શાખાઓ અલગ-અલગ દેશોમાં સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તેથી કાનૂની રીતે સમગ્ર નેટવર્કને એક આતંકી એકમ તરીકે ડિફાઇન કરવું બહુ પડકારજનક છે.
મુસ્લિમ બ્રધરહૂડની સ્થાપના 1928માં ઈજિપ્તમાં થઈ હતી અને આજે તે દુનિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક રાજકીય ચળવળમાંના એક તરીકે ઓળખાય છે. જોકે ભલે સંગઠન પોતાને શાંતિપૂર્ણ અને સામાજિક આંદોલન તરીકે રજૂ કરે છે, પરંતુ તેના રાજકીય અને સશસ્ત્ર ગુટોથી ઉપજતા વિવાદોને ધ્યાનમાં રાખીને યુએઈ, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને બહરીન જેવા મધ્ય-પૂર્વ દેશો તેમજ રશિયા દ્વારા તેને પહેલેથી જ પ્રતિબંધિત કરવામાં આવી ચૂક્યું છે.
આ સમગ્ર બાબતથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ સરકારનો આ નિર્ણય માત્ર અમેરિકાની આંતરિક નીતિઓને નહીં, પણ વૈશ્વિક જીઓપોલિટિકલ સમીકરણોને પણ અસર કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel