બોલિવૂડના ‘હીમેન’ તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધાવસ્થા અને લાંબી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ થોડા દિવસ પહેલાં જ તેઓને ઘરે રજા અપાઈ હતી અને તેમની ઘરજ સારવાર ચાલુ હતી, પરંતુ આજે તેઓ પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા.
ધર્મેન્દ્રનું ફિલ્મી કરિયર લગભગ 65 વર્ષનું અને 300થી વધારે ફિલ્મોનું રહ્યું, જે હિન્દી સિનેમાના ઈતિહાસમાં એક ગૌરવસભર અધ્યાય છે. 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રે 1960માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ દ્વારા સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મો દ્વારા સિનેમાના પડદા પર પોતાનું અદ્વિતીય સ્થાન બનાવ્યું હતું.
તેમની સૌથી યાદગાર ફિલ્મોમાં શોલે, સત્યકામ, ચુપકે ચુપકે, સિતા ઔર ગીતા, યમલા પાગલા દિવાના જેવી અનેક ફિલ્મો શામેલ છે, જેણે તેમને માત્ર એક્શન હીરો નહીં, પરંતુ એક મજબૂત અભિનેતા તરીકે ઓળખ અપાવી.
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઇક્કીસ, જેમાં તેમણે લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી છે, હવે તેમની અંતિમ ફિલ્મ બની રહી છે. આજે સવારે જ આ ફિલ્મનું એક નવું પોસ્ટર અને વૉઇસ પ્રોમો રિલીઝ થયું હતું, જેમાં માત્ર ધર્મેન્દ્રનો ચહેરો અને તેમનો અવાજ હતો. થોડા કલાકો પછી તેમના નિધનના સમાચાર આવતા લાખો ફેન્સ ભાવુક થઈ ગયા અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો પ્રવાહ વહેવા લાગ્યો.
ધર્મેન્દ્ર માત્ર એક અભિનેતા નહોતા, પરંતુ ભારતીય સિનેમાની એ એવી સદીવહેરતી પ્રેરણા છે, જેમને લોકો હી-મેન, રોમેન્ટિક હીરો અને પંજાબી દમદાર છબી સાથે હંમેશા યાદ રાખશે. તેમની અંતિમ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થશે, જે હવે તેમના ફેન્સ માટે ભાવનાત્મક ક્ષણ બની રહેશે.
ભારતીય સિનેમાના ઈતિહાસમાં ધર્મેન્દ્રનું નામ સ્વર્ણ અક્ષરે હંમેશા અંકિત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel