ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણતિથી મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીનાં પ્રણેતા અને સનાતન શિવ ઉપાસક બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથી મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળ્યો.
આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે. આજનો પ્રસંગ એ પ્રવચનો માટે નહી પરંતુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજનાં સ્મરણ ચિંતનનો પ્રસંગ ગણાવ્યો. તેઓએ બ્રહ્મલીન સ્વામી શ્રી દ્વારા સમાજ માટે સનાતન શિવ ઉપાસના સાથેના સમાજ ઉપયોગી થયેલા આઠ કાર્યોને અષ્ટાંગ કર્મયોગ ગણાવી અહોભાવ વ્યક્ત કર્યો.
અહીંયા સ્વામી સદાનંદ સરસ્વતીજીએ તેમના ઉદબોધનમાં બ્રહ્મલીન સ્વામી શ્રી આજે સદેહે નથી પણ તેમનો આત્મા આપણી સાથે હોવાનો ભાવ જણાવી આપણી સંસ્થાના વિકાસમાં તેમના યોગદાન સાથે સૌ સેવક કાર્યકર્તાઓને સાક્ષીભાવ કેળવવા ભાર મૂક્યો.
નિર્વાણતિથિ મહોત્સવ પ્રસંગે મહાનુભાવ દાતા સહયોગીઓના સન્માન કરાયા. અહીંયા ભગવાનભાઈ ભીંગરાડિયા, દેવજીભાઈ સવાણી, સુરેશભાઈ ડોડિયા, મનસુખભાઈ નાકરાણી તથા ધર્મેશભાઈ ભીંગરાડિયા અને ટીંબીના સ્વયંસેવકો વતી રાજુભાઈ ભીંગરાડિયા તથા મોહનભાઈ નાકરાણીના સન્માન અભિવાદન કરવામાં આવ્યાં.
મહોત્સવ પ્રારંભે જગદીશભાઈ ભીંગરાડિયાએ સ્વાગત ઉદ્બોધન સાથે સ્વામીજી દ્વારા થયેલ સનાતન શિવ સેવા અને વ્યસન મુક્તિના કાર્યનો ઉલ્લેખ કર્યો.
કાર્યકર્તા અગ્રણી ઘનશ્યામભાઈ વિરાણીએ પ્રાસંગિક વાત કરતાં સ્વામીજી દ્વારા ઋષિ રાષ્ટ્રની પરંપરા સાથે આરોગ્ય અને ઈશ્વરીય કાર્યો થયાનું જણાવ્યું.
સંસ્થાના અગ્રણી બાબુભાઈ રાજપરા (બી.એલ.) દ્વારા દાદા ગુરુ સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી અને સ્વામી શ્રી નિર્દોષાનંદજીના મળેલાં સાનિધ્યની વાત કરી અહીંની આરોગ્ય સંસ્થામાં દાતાઓ સહયોગીઓની ભાવનાથી મોટી સંખ્યામાં દર્દીઓને મળતી સારવારની વિગતો આપી.
પરેશભાઈ ડોડિયાએ ટીંબી ગામ અને સ્વામીજીના રહેલા સબંધો અને થયેલા ધર્મ સેવાના કાર્યોનો ઉલ્લેખ કર્યો.
મહોત્સવમાં સંચાલનમાં શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ રહ્યા હતાં. આભારવિધિ પૂર્વીકભાઈ ભીંગરાડિયાએ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના તબીબી વડા નટુભાઈ રાજપરા, અગ્રણીઓ હિરાભાઈ ગાંગાણી, ધનસુખભાઈ દેવાણી, અશોકભાઈ ગિડા, ગોરધનભાઈ ખડેલા તથા જયેશભાઈ પટેલ સાથે પ્રશાંતભાઈ ભટ્ટ સંકલનમાં રહેલ. સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ ટીંબી ગામ સમસ્ત સેવા આયોજનમાં રહેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel