Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું

ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકન્સ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કંપનીઓએ ટેરિફનો બોજો સીધો ગ્રાહકો પર નાખવાની જાહેરાત કરી છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવાની ભીતિ વધી છે. કપડાંથી માંડી વાહનોના ભાવ વધવાની ચીમકી કંપનીઓએ આપી છે. વોલમાર્ટ, ફોર્ડ, બેસ્ટ બાય, મેટલ, શીન અને ટેમુ જેવી મોટી કંપનીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ટેરિફનો ખર્ચ પોતે ઉઠાવશે નહીં.

વોલમાર્ટ

વોલમાર્ટે 15 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, ચીનમાંથી આવતી પ્રોડક્ટ્સ પર ટ્રમ્પનો ટેરિફ ખૂબ વધુ હોવાથી કિંમતોમાં વધારો કરવો પડશે. મે મહિનાના અંતથી ભાવમાં વધારો લાગૂ થશે. જો ટેરિફ યથાવત રહ્યો તો જૂનમાં ભાવ વધુ વધી શકે છે.

Mattel

Mattelએ 6 મે, 2025ના રોજ જણાવ્યું હતું કે, અમારી 40-50 ટકા પ્રોડક્ટ્સ હાલ 20 ડૉલર કે તેનાથી ઓછા ભાવમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ બાકીની પ્રોડક્ટ્સના ભાવ વધશે. ટ્રમ્પે Mattelને ચીમકી પણ આપી છે કે, તે તેના રમકડાં પર 100 ટકા ટેરિફ લાદશે.

બેસ્ટ બાય

ઇલેક્ટ્રોનિક્સ રિટેલર બેસ્ટ બાયે જણાવ્યું હતું કે, સપ્લાયર્સ હવે ટેરિફનો ખર્ચ અમારા માથે નાખી રહ્યા છે, જેનો બોજો અમે ગ્રાહકો પર નાખીશું. કિંમતોમાં વધારો કરીશું. Sonyએ પણ ટેરિફનો બોજો ગ્રાહકો પર લાદવાની શક્યતા જણાવી હતી.

Shein અને Temu 

આ ચીની કંપનીઓને અગાઉ $800થી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ પર છૂટ મળતી હતી, જેને ટ્રમ્પે દૂર કરી હતી. જેથી આ કંપનીઓએ 25 એપ્રિલથી કિંમતોમાં વધારો કર્યો છે.

કારના ભાવ 2થી3 ટકા વધશે

ફોર્ડે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ગાડીના ભાવ 1.5 ટકા સુધી વધારવાનો અંદાજ આપ્યો છે. જ્યારે સુબારૂએ પણ ભાવમાં વધારો કરવાની શક્યતા જણાવી છે. અમેરિકાની કાર મેકર્સ કારના ભાવમાં 2થી 3 ટકા સુધીનો વધારો કરી શકે છે.

આ કંપનીઓ પણ વધારશે ભાવ

પેમ્પર્સ અને ટાઇડ જેવી બ્રાન્ડ્સ બનાવતી પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે સ્ટેનલી બ્લેક એન્ડ ડેકરે એપ્રિલમાં સરેરાશ 7-9 ટકા ભાવમાં વધારો કર્યો હતો. વર્ષના અંતમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. અડિડાસે પણ ટેરિફના કારણે ખર્ચ વધ્યો હોવાનું જણાવી ભાવ વધારવાની જાહેરાત કરી છે.

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.