Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો.

ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો.

દાતા તો મારો કાળીયો ઠાકર છે હું તો નિમિત માત્ર છું-યજમાન ડોક્ટર સંજયભાઈ પટેલ

આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડોક્ટર સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્રીગોવર્ધનનાથજી મંદિરમા તુલસી વિવાહ,મનોરથ ઉજવવામાં આવ્યો . આ શુભ પ્રસંગે સવારે તેમના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા ઓડના વિવિધ વિસ્તાર માં ફેરવીને મંદિરે લાવવામા આવી ઓડના ગોરમહારાજ મિહિર પંડ્યા દ્વારા લગ્નવિધી કરાવવામાં આવી હતી. યજમાન ડોક્ટર સંજયભાઈ પટેલ પરિવાર તરફથી કન્યા પક્ષ અને મંદિર તરફથી વર પક્ષની વિધી કરવામાં આવી હતી.ઓડ મંદિરના ભજન મંડળ તરફથી ભજન તથા લગ્નગીતો ગાઈ રંગેચંગે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

 

 

 

રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.