Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પર અમદાવાદ તરફ જવાના નાકા પાસેથી સવારના સમયે નડિયાદ શહેર પોલીસે બાતમીના આધારે કાર નંબર જીજે ૨૭ એપી ૮૬૦૭ માં રૂપિયા ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ અમદાવાદ લઈ જતા ચાલક દીપક રાજુ પટેલ રહે અમદાવાદ રાયપુર વટવા અને જીગર ઉર્ફે જીગો સોમા તળપદા રહે નડિયાદ મરીડા ભગોળ વાઘરી વાસ મૂડ રહે નડિયાદ શીતલ સિનેમા સામેને ઝડપી પાડયા હતા.

પોલીસે દેશી દારૂનો જથ્થો તેમજ કાર સહિત કુલ રૂપિયા ૩.૬૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નડિયાદ શહેર પોલીસે બંને વિરુદ્ધ દારૂબંધીનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.