Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજને મંજૂરી, જાણો ક્યાં બનશે અને કેટલા ફળવાયા?

અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજને મંજૂરી, જાણો ક્યાં બનશે અને કેટલા ફળવાયા?

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦ ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૭ બ્રિજના રૂ. ૬૧૨.૮૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાતનાં મેગા સિટી અમદાવાદમાં હજુ 2 નવા ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 185 કરોડની ફાળવણી કરાઈ છે. માહિતી અનુસાર 652 મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર બનશે જેનો અંદાજિત ખર્ચ 98.18 કરોડ રહેશે. જ્યારે બીજો ફ્લાયઓવર બ્રિજ 779 મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર બનશે. આ ફ્લાયઓવર અંદાજે 98.18 કરોડના ખર્ચે બનશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે,
• ૬૫૨ મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડના ખર્ચે નિર્માણ થશે.
• ૭૭૯ મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર અંદાજે રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે બનશે.

અમદાવાદમાં 20 ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવરબ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં ૭૫ ફ્લાય ઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં ૨૦ ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના ૭ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ. ૬૧૨.૮૬ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે. હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

‘ઈઝ ઓફ લિવિંગ’ 

રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે. આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૯૬ કરોડનું બજેટ ફાળવાયું છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના કામો વધુ સંગીન બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.