કર્ણાટકમાં કોંગ્રેસના વિજય પછી તૂટું તૂટું થતી મહાવિકાસ આઘાડી પાછી એક થઈ હતી અને હજુ ગયા રવિવારે જ આઘાડીના ટોચના નેતાઓએ સંયુક્ત બેઠક યોજીને આગામી લોકસભા તથા વિધાનસભા ચૂંટણી સાથે રહીને લડવાનું નક્કી કર્યું હતું અને બેઠક સમજૂતી માટે એક પેનલ બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો.
જોકે, આવી કોઈ બેઠક સમજૂતી નક્કર આકાર પકડે તે પહેલાં જ ઉદ્ધવ ઠાકરેેએ મુંબઈની લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારો નક્કી કરવા માંડયા છે. તેના પગલે આઘાડીમાં બેઠક સમજૂતીમાં સાઠમારી થવાની સંભાવના છે.
મુંબઇમાં લોકસભાની છ બેઠક છે. ઉદ્ધવ જૂથ દ્વારા ં દક્ષિણ મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્રના વર્તમાન અરવિંદ સાવંતના બદલે રાજ્યસભાના સાંસદ અનિલ દેસાઇના નામની પસંદગી કરાઇ છે. જ્યારે અરવિંદ સાવંતને ઉત્તર મધ્ય લોકસભા મતદાર ક્ષેત્રમાં ભાજપના વર્તમાન સાંસદ પૂનમ મહાજનના વિરોધમાં ઉતારવામાં આવશે.
મુંબઇ ઉત્તર પશ્ચિમ લોકસભા મતદાર ક્ષેત્રથી ભૂતપૂર્વ મેયર અને વર્તમાન દંડક (વ્હીપ) સુનીલ પ્રભુને ઉમેદવારી આપવાની તૈયારી કરી છે.
વર્ષ ૨૦૧૯માં આ બેઠકથી શિવસેનાના ગજાન્ન કીર્તિકર ચૂંટાઇ આવ્યા હતા. હવે તે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે.
અત્યારથી ઉમેદવારોની પસંદગી કરવા પાછળ તેઓ અત્યારથી ચૂંટણીની તૈયારી કરવાનો સમય મળે.
આથી તેઓને પોતાના મતદાર ક્ષેત્રમાં તૈયારી કરવાનો આદેશ આપ્યો છે. એવું સૂત્રોએ જણાવ્યું હતું.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ ઇશાન મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્રથી ભૂતપૂર્વ સાંસદ સંજય દિના પાટીલ અથવા મહાવિકાસ આઘાડીની જગા વહેંચણીમાં અદલાબદલી થઇ તો દક્ષિણ લોકસભા મતદારના વર્તમાન સાંસદ અરવિંદ સાવંતને ત્યાં ઉમેદવારી આપવામાં સંદર્ભે અંતિમ ચર્ચા ચાલુ છે, એવી માહિતી સામે આવી છે.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુંબઇની બધી છ બેઠક પર ભાજપ-શિવસેનાની યુતિ થઇ હતી. જેમાં શિવસેના મુંબઇ ઉત્તર પશ્ચિમથી ગજાન્ન કિર્તીકર, મુંબઇ દક્ષિણ મધ્યથી સાંસદ રાહુલ શેવાળે અને મુંબઇ દક્ષિણથી અરવિંદ સાવંત સાંસદબન્યા હતા.
આમાંથી રાહુલ શેવાળે અને ગજાન્ન કિર્તીકર એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની બેઠકોની ફાળવણીને લઇને શિવસેના, કોંગ્રેસ અને એન.સી.પી. વચ્ચે રસી ખેંચ થવાની શક્યતા છે. જો મહાવિકાસ આઘાડીના ત્રણેય ઘટક સંયુક્ત રીતે ચૂંટણી લડશે તો શિવસેના લોકસભાની ૨૦ બેઠક માટે દાવો કરશે. જોકે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાએ લગભગ ૧૮ બેઠકો જીતી હતી. અત્યારે ૧૮ પૈકી પાંચ સાંસદ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે છે. બાકીના એકનાથ જૂથમાં જોડાયા છે.
કેટલીક બેઠકો ઉપર શિવસેના અને એન.સી.પી. આમને સામને ટકરાયા હતા. આથી આ બેઠક પર બન્ને પાર્ટી વચ્ચે ખેંચતાણી થવાની શક્યતા છે.
૨૬ બેઠક લડનારી કોંગ્રેસને એક જ બેઠક પર વિજય થયો હતો. આથી તેઓની માગણી ખાસ નહિં હોય એમ સૂત્રોએ જણાવ્યું હતું.