UGCએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ ફી રિફંડને લઈને નવી પોલિસી બનાવી છે. ફી રિફંડ પોલિસી 2024ને પહેલાની પોલિસી કરતા થોડી વધારે કડક બનાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જો સમય રહેતા કોઈ વિદ્યાર્થીને ફી કોલેજ તરફથી પાછી નહીં આપવામાં આવે તો સંબંધિત કોલેજની માન્યતા રદ પણ થઈ શકે છે. તેની સાથે જ કોલેજના અનુદાનને રોકવાથી લઈને ડિફોલ્ટર લિસ્ટમાં નાખવાની જોગવાઈ પણ કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં સચિવ મનીષ જોશીએ આ બાબતે એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં એ નિયમો અને કાયદા કાનૂનનો હવાલો આપ્યો છે, જે અંતર્ગત ફી નહીં પરત કરવાની સ્થિતિમાં કોલેજની માન્યતા રદ કરવાનો ઉલ્લેખ છે. આ નિયમ એન્જીનિયરીંગ, મેડિકલ સહિત અન્ય કોલેજો પર પણ લાગૂ થશે.
શું છે નવી પોલિસી
યૂજીસીએ કોલેજ પ્રશાસન પર ફી નહીં પરત કરવાની સ્થિતિમાં આકરી ફ્રેમ વર્ક તૈયાર કરી છે. તેમાં ઓનલાઈન અને ઓપન એડ ડિસ્ટેંસ લર્નિંગ પાઠ્યક્રમોનો અભ્યાસ કરાવાની મંજૂરી પાછી લેવી, સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો પાછો લેવાથી લઈને નામ ડિફોલ્ટર યાદીમાં નાખીને પ્રસિદ્ધ કરવા સુધીની જોગવાઈ છે.